Thursday, September 19, 2024
Homeરાષ્ટ્રીયમફત ‘રેવડી’નો મામલો 3 જજની બેન્ચને સોંપાયો

મફત ‘રેવડી’નો મામલો 3 જજની બેન્ચને સોંપાયો

બે સપ્તાહ બાદ આ મામલે થશે ફરી સુનાવણી

- Advertisement -

સુપ્રીમ કોર્ટે ચૂંટણી દરમિયાન આપવામાં આવતા મફતની સુવિધાઓના વચનનો મુદ્દો ફેરવિચારણા માટે 3 જજની બેન્ચ પાસે મોકલી આપ્યો છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે, એ વાતને નકારી ન શકાય કે, ચૂંટણીલક્ષી લોકશાહીમાં અસલી તાકાત મતદારો પાસે હોય છે. મતદાતાઓ જ પાર્ટીઓ અને ઉમેદવારોના ભવિષ્યનો નિર્ણય લે છે.

- Advertisement -

સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે, આ મામલે નિષ્ણાતોની કમિટી રચવામાં આવે તે યોગ્ય રહેશે. પરંતુ તે પહેલા અનેક સવાલો પર વિચારણા થાય તે જરૂરી છે. 2013ના સુબ્રમણ્યમ બાલાજીના નિર્ણયની સમીક્ષા કરવામાં આવે તે જરૂરી છે. આ કેસ 3 જજની વિશેષ બેન્ચને સોંપવામાં આવે છે. આગામી 2 સપ્તાહ બાદ આ મામલે સુનાવણી થશે. તે સિવાય સુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પણ રાહત આપી છે.

કોર્ટે 2007માં ઉશ્કેરણીજનક ભાષણ આપવાના આરોપ મામલે કેસ ચલાવવા મંજૂરી આપવાનો ઈનકાર કરી દીધો છે. રાજ્ય સરકારે મે 2017માં એવા આધાર પર મંજૂરી આપવાનો ઈનકાર કર્યો હતો કે, કેસના પુરાવા પૂરતા નથી. 2018માં અલ્હાબાદ હાઈકોર્ટે પણ તેને યોગ્ય ઠેરવ્યું હતું. સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે, ચૂંટણીલક્ષી લોકશાહીમાં અસલી તાકાત મતદારો પાસે હોય છે. મતદારો જ પાર્ટીઓ અને ઉમેદવારો માટે નિર્ણય લે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular