Monday, January 12, 2026
Homeરાજ્યકેસ પાછો ખેંચી લેવાનું કહી, પતિ દ્વારા પૂર્વ પત્ની તથા યુવતી પર...

કેસ પાછો ખેંચી લેવાનું કહી, પતિ દ્વારા પૂર્વ પત્ની તથા યુવતી પર હુમલો

દ્વારકાના ટી.વી. સ્ટેશન વિસ્તારમાં રહેતી અને ભીખુભાઈ ફકીરાભાઈ સમાની પુત્રી ખેરુનબેન (ઉ.વ. 35) તથા તેમના બહેન આશાબાઈ ભીખુભાઈ સમા ગઈકાલે ગુરુવારે સાંજે આ વિસ્તારમાં આવેલી અનાજ દળવાની ઘંટીએથી પોતાના ઘરે જઈ રહ્યા હતા, ત્યારે માર્ગમાં ખેરુનબેનના પૂર્વ પતિ અકબર સુલેમાન મચ્છીયારા અને તેમની સાથે રહેલા જુસબ સુલેમાન મચ્છીયારા નામના બે શખ્સોએ તેઓને અટકાવ્યા હતા.

વધુમાં ફરિયાદી ખેરુનબેનના લગ્ન અગાઉ આરોપી અકબર સુલેમાન સાથે થયા હતા. બાદમાં આશરે બે વર્ષ પૂર્વે આ બંનેના છૂટાછેડા થઈ ગયા હતા. જેથી ખેરુનબેન દ્વારા પોતાના તથા તેમના ચાર બાળકોના ભરણપોષણ માટે દ્વારકાની કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જે હાલ પણ ચાલુ છે.

આ કેસને પાછો ખેંચી લેવાનું કહી, અકબર સુલેમાને ફરિયાદી ખેરુનબેન તથા સાથે રહેલા આશાબાઈ ઉપર લાકડાના ધોકા અને છરી વડે હુમલો કર્યો હતો. જેના કારણે બંનેને નાની-મોટી ઇજાઓ સાથે સ્થાનિક હોસ્પિટલમાં સારવાર અપાઇ હતી.

આરોપી શખ્સો દ્વારા બંને બહેનોને આડેધડ માર મારતા ઉપરોક્ત સમગ્ર બનાવ અંગે ખેરુનબેન ભીખુભાઈ સમાની ફરિયાદ પરથી તેના પૂર્વ પતિ અકબર અને સાથે રહેલા જુસબ સુલેમાન સામે આઈ.પી.સી. કલમ 323, 324, 114 તથા જી.પી. એક્ટ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular