Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગરના સિટી ‘સી’ ડિવિઝનના જમાદાર લાંચ લેતા ઝડપાયા

જામનગરના સિટી ‘સી’ ડિવિઝનના જમાદાર લાંચ લેતા ઝડપાયા

- Advertisement -

રાજકોટ ગ્રામ્ય એસઓજીમાં ફરજ બજાવતા પોલીસ કર્મીએ ધોરાજીમાં પકડાયેલા ઢોરને આપવાના ઈન્જેકશનના ગુનામાં નામ કાઢી નાખવા માટે રૂા.50 હજારની લાંચની માંગણીના અંતે રૂા.35 હજાર આપવાનું ફાઇનલ થયા બાદ આ લાંચની રકમ જામનગરના જૂના જકાતનાકા પાસે સિટી સી ડિવિઝનના જમાદારને એસીબીની ટીમે લાંચ લેતા રંગે હાથ ઝડપી લઇ બંને પોલીસ કર્મી વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, રાજકોટ જિલ્લાના ધોરાજીમાં હાલ જ ઝડપાયેલા ઢોરને આપવાના ઈન્જેકશનના ગુનામાં એક નાગરિકની સંડોવણી હોય અને તેનું આ ગુનામાંથી નામ કાઢી નાખવા માટે રાજકોટ ગ્રામ્ય એસઓજીમાં ફરજ બજાવતા એએસઆઈ પરવેજ સમાએ રૂા.50 હજારની લાંચની માંગણી કરી હતી. જે રકમ નાગરિક સાથે રકઝકના અંતે રૂા.35 હજારમાં ફાઈનલ કરવામાં આવી હતી. આ લાંચની રકમ જાગૃત નાગરિક આપવા ન માંગતો હોવાથી તેણે જામનગર એસીબીમાં ફરિયાદ કરી હતી. જેના આધારે એસીબીએ છટકુ ગોઠવ્યું હતું. આ છટકામાં પરવેશ સમાએ નાગરિક સાથેની વાતચીત દરમિયાન લાંચમાં નકકી થયેલ રકમ જામનગરના ઉદ્યોગનગર પોલીસ ચોકીમાં ફરજ બજાવતા એએસઆઈ હમીદભાઈ જુસબભાઈ પરિયાણીને આપી દેવાનું જણાવ્યું હતું.

દરમિયાન રાજકોટ એસીબી મદદનીશ નિયામક વી.કે.પંડયાની સૂચનાથી પીઆઈ એન.આર. ગોહિલ તથા જામનગર એસીબીની ટીમે ટ્રેપ ગોઠવી હતી. આ ટ્રેપમાં મંગળવારે મોડીસાંજના સમયે જામનગરના જૂના જકાતનાકા પાસે કેશવ હોટલ નજીક લાંચની રકમ આપવાનું નકકી કરવામાં આવ્યું હતું. જેથી એસીબીની ટીમે વોચ ગોઠવી અને મંગળવારે સાંજના સમયે જાગૃત નાગરિક પાસેથી એએસઆઈ પરવેશ સમા વતી રૂા.35000 ની લાંચ એએસઆઈ હમીદ જુસબ પરિયાણીએ સ્વીકારી હતી અને લાંચની રકમ સ્વીકારતા જ એસીબીની ટીમે લાંચની રકમ સાથે જ હમીદ પરિયાણીને ઝડપી લઇ ધરપકડ કરી હતી અને પૂછપરછ બાદ રાજકોટ ગ્રામ્ય એસઓજીના એએસઆઇ પરવેશ સમા વતી લાંચ લેતા એએસઆઈ હમીદ પરિયાણી વિરૂધ્ધ ગુનો નોંધી વધુ પૂછપરછ આરંભી હતી. એસીબીની ટીમે એએસઆઈ પરવેશ સમા અને હમીદ પરિયાણી બન્ને વિરૂધ્ધ ગુનો નોંધી પરિયાણીના રિમાન્ડ મેળવવા તથા પરવેશ સમાની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular