ધ્રોલની આંબેડકર સોસાયટીમાં રહેતાં યુવાને વેલ્ડીંગનો ધંધો સારો ચાલતો ન હોય. તેની ચિંતામાં જંતુનાશક દવા પી જતા સારવાર દરમિયાન તેનું મૃત્યુ નિપજ્યાનું ફરજ પરના તબીબોએ હાથ ધર્યુ હતું. ધ્રોલ પોલીસ દ્વારા મૃતદેહને પીએમ અર્થે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, ધ્રોલ તાલુકાના જોડિયા રોડ આંબેડકર સોસાયટીમાં રહેતાં દિપક બાબુ વાઘેલા નામના 22 વર્ષનો યુવાન વેલ્ડીંગની દુકાનમાં વેલ્ડીંગ કામ કરતો હતો અને ધંધો સારો ચાલતો ન હોવાથી ચિંતામાં રહેતો હતો. જેને કારણે ગત તા. 8 ના રોજ તેના રહેણાંક મકાને જંતુનાશક ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આથી તેને સારવાર અર્થે પ્રથમ ધ્રોલ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યારબાદ વધુ સારવાર માટે જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તા.17 ના રોજ સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે દેવશીભાઈ બાબુભાઇ વાઘેલા દ્વારા જાણ કરાતા ધ્રોલના હેકો એચ. બી. સોઢીયા તથા સ્ટાફ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરી હતી.