Tuesday, January 14, 2025
Homeરાજ્યદ્વારકા જિલ્લાના સતવારા સમાજના 13 જેટલા હોદ્દેદારો ભાજપમાંથી સામૂહિક રાજીનામા આપશે

દ્વારકા જિલ્લાના સતવારા સમાજના 13 જેટલા હોદ્દેદારો ભાજપમાંથી સામૂહિક રાજીનામા આપશે

- Advertisement -

ખંભાળિયાના સતવારા સમાજના તલાટી મંત્રીની બદલી પ્રકરણ સાથે સતવારા સમાજ દ્વારા સરકારમાં કરવામાં આવેલી રજૂઆતોનું યોગ્ય નિરાકરણ આવતું ન હોય, જેના કારણે સમાજમાં પ્રતિનિધિ તારીકે પક્ષ દ્વારા તેઓને સોંપવામાં આવેલી જવાબદારીને ન્યાય આપી શકતા ન હોવાનું જણાવી, સતવારા સમાજના વિવિધ સંગઠન ક્ષેત્રે તેમજ જિલ્લાની વિવિધ કચેરીઓમાં પદાધિકારી તરીકે જવાબદારી સંભાળતા તેર જેટલા આગેવાનો તેઓને તેમની જવાબદારીમાંથી મુક્ત કરવા ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલને સંયુક્ત સહીથી પત્ર પાઠવવાનું નક્કી કરવામાં આવ્યું છે.

- Advertisement -

જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ મહામંત્રી શૈલેષભાઈ બી. કણજારીયા, નગરપાલિકાના પ્રમુખ ભાવનાબેન જીગ્નેશભાઈ પરમાર, જિલ્લા પંચાયતના સદસ્ય અને શિક્ષણ સમિતિના ચેરમેન સંજયભાઈ હરીભાઈ નકુમ, બાંધકામ સમિતિના ચેરમેન જીતેન્દ્રભાઈ મેઘજીભાઈ કણજારીયા, રોગી કલ્યાણ સમિતિના સભ્ય હરીભાઈ વાલજીભાઈ નકુમ, ગુજરાત પ્રદેશ બક્ષીપંચ મોરચાના કારોબારી સભ્ય દેવરાજભાઈ ચોપડા, ખંભાળિયા શહેર ભાજપના મહામંત્રી પિયુષભાઈ કણજારીયા, ખંભાળિયા તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન રસિકભાઈ લાલજીભાઈ નકુમ, સહિતના તેર હોદ્દેદારો સી.આર. પાટીલ તથા અન્ય હોદ્દેદારોને લેખિત પત્ર પાઠવી, સંગઠન તથા પદાધિકારીઓની તમામ જવાબદારીઓમાંથી મુક્ત કરવા લાગતા વળગતાને રાજીનામા આપશે.

આવતીકાલે સોમવારે રેલી તથા આવેદનપત્ર બાદ આગામી તારીખ 21 માર્ચના રોજ હોદ્દેદારો તેમના હોદ્દા પરથી રાજીનામા આપશે અને એક કાર્યકર તરીકે ભાજપમાં જોડાયેલા રહેશે તેમ વધુમાં જાણવા મળ્યું છે.
આમ, તલાટી મંત્રીના મુદ્દે સતવારા સમાજમાં થયેલા કથિત અન્યાય સંદર્ભે ભારે રોષ જોવા મળી રહ્યો છે. હોળી પૂર્વે દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપમાં આગ પ્રસરી ગયાં અને સાથે આ સમગ્ર મુદ્દો સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે જેના સંભવિત રીતે ઘેરા પ્રત્યાઘાતો આગામી સમયમાં પડે તો નવાઈ નહીં તેવું રાજકીય પંડિતો દ્વારા માનવામાં આવી રહ્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular