Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરજુનિયર કલાર્કની પરીક્ષામાં હેડ કોન્સ્ટેબલની માનવતાં

જુનિયર કલાર્કની પરીક્ષામાં હેડ કોન્સ્ટેબલની માનવતાં

ઉમેદવારને ફોટા લાવવા માટે પોતાનું બાઇક આપ્યુ

રવિવાર તા. 9ના રોજ જામનગરમાં જુનિયર કલાર્કની પરીક્ષા યોજાઇ હતી. આ પરીક્ષા દરમિયાન જામનગર શહેરમાં લાલવાડી નજીક આવેલ જી.ડી. શાહ સ્કૂલમાં જુનિયર કલાર્કની પરીક્ષા આપવા પોરબંદરથી આવેલ ઉમેદવાર પાસે પોતાના ફોટા ન હોય અને આ બાબતે તે પરેશાન થતાં ત્યાં હાજર જામનગર સીટી-એ પોલીસના હેડ કોન્સ્ટેબલ રવિન્દ્રસિંહ નાથુભા પરમારને આ બાબત ધ્યાનમાં આવતાં પોતાનું બાઇક આપી નજીકમાં ફોટા પડાવવા વ્યવસ્થા કરાવી પરીક્ષાર્થી માટે માનવતાંનું ઉદાહરણ પુરું પાડયું હતું. પરીક્ષાર્થી પાસે વાહનની વ્યવસ્થા ન હોય અને પરીક્ષામાં બેસવા માટે એન્ટ્રીનો સમય પણ વધુ રહ્યું ન હોય, ત્યાં ફરજ પરના હેડ કોન્સ્ટેબલએ દાખવેલી માનવતાં બદલ પરીક્ષાર્થીએ તેનો આભાર માન્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular