નવા આઈટી નિયમોનું પાલન ન કરવું ટ્વિટરને ભારે પડી ગયુ છે. ભારત સરકારે ટ્વીટરને મળેલ સુરક્ષા અધિકાર પરત ખેંચ્યો છે. સરકાર તરફથી 25 મેથી લાગુ થયેલા આઈટી નિયમોને ટ્વિટરે અત્યાર સુધી લાગુ કર્યા નથી, જે પછી તેની વિરુદ્ધ આ પગલું ભરવામાં આવ્યું છે, એટલે કે ટ્વિટર પર પણ હવે IPC અંતર્ગત કેસ નોંધાઈ શકશે અને પોલીસ પૂછપરછ પણ કરી શકશે.
સરકારે ટ્વીટરને ભારતીય IT એક્ટની કલમ 79 અંતર્ગત મળેલ સુરક્ષાના અધિકારને પાછો લઇ લીધો છે. આનો અર્થ એ છે કે હવે કોઈ પણ યુઝર્સની ગેરકાયદેસર હરકતો માટે ભારતના ટ્વીટર હેડ જવાબદાર ગણાશે. અને ટ્વીટર ઉપર કેસ પણ થઇ શકશે. ભારતમાં હવે કોઈ યુઝર્સ ટ્વીટરમાં ગેરકાયદેસર પોસ્ટ કરશે, ભડકાઉ ભાષણ કરશે અથવા અન્ય કોઈ હરકતો કરશે તો તેના માટે ટ્વીટરને જવાબદાર ગણાવવામાં આવશે.
ટ્વીટર પર ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે. ગાજિયાબાદમાં પોલીસે ટ્વિટર ઈન્ડિયા અને 2 કોંગ્રેસ નેતા સહિત 9 લોકોની વિરુદ્ધ FIR નોંધી છે. FIR મામલાને સાંપ્રદાયિક રંગ આપવાના આરોપમાં નોંધાઈ છે. ટ્વિટર પર આરોપ છે કે તેણે આ પ્રકારના વીડિયો પર કોઈ કાર્યવાહી કરી નથી.પોલીસે ટ્વિટર કમ્યુનિકેશન ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડની વિરુદ્ધ FIR નોંધી છે તેમાં જણાવ્યું છે કે ટ્વિટરે ખોટા ટ્વીટને હટાવવા માટે કોઈ પગલુ ભર્યું નથી.
સરકાર તરફથી 25 મેથી લાગુ થયેલા આઈટી નિયમોને ટ્વિટરે અત્યારસુધી લાગુ કર્યા નથી, જે પછી તેની વિરુદ્ધ આ પગલું ભરવામાં આવ્યું છે.