Saturday, December 6, 2025
Homeસમાચારરાષ્ટ્રીયમૂળ ભારતીય આર્યા વાલ્વેકર બની મિસ ઇન્ડિયા યુએસએ

મૂળ ભારતીય આર્યા વાલ્વેકર બની મિસ ઇન્ડિયા યુએસએ

વર્જીર્નિયાની ભારતીય અમેરિકન આર્યા વાલ્વેકરે આ વર્ષે મિસ ઈન્ડિયા યુએસએ 2022’નો ખિતાબ જીત્યો છે.

- Advertisement -

ન્યૂજર્સીમાં યોજાયેલી વાર્ષિક સ્પર્ધામાં 18 વર્ષની આર્યાને ’મિસ ઈન્ડિયા યુએસએ 2022’નો તાજ પહેરાવવામાં આવ્યો હતો. અભિનેત્રી બનવાની આકાંક્ષા ધરાવતી આર્યાએ કહ્યું, મારી જાતને પડદા પર જોવી અને ફિલ્મો અને ટેલિવિઝનમાં અભિનય કરવાનું મારું બાળપણનું સપનું હતું.’ દલીલ કરવાનું પસંદ કરે છે. યુનિવર્સિટી ઓફ વર્જિનેયાની વિદ્યાર્થી સૌમ્યા શર્મા બીજા ક્રમે અને ન્યૂજર્સી ની સંજના ચેકુરી ત્રીજા સ્થાને છે. આ વર્ષે સ્પર્ધાની 40મી વર્ષગાંઠ છે અને તે ભારતની બહાર યોજાનારી સૌથી લાંબી ભારતીય ખિતાબ સ્પર્ધા છે. આ સ્પર્ધાનું સૌપ્રથમ આયોજન ભારતીય-અમેરિકન ધર્માત્મા અને ન્યુયોર્કના નીલમ સરન દ્વારા વર્લ્ડવાઈડ પેજન્ટ્સના બેનર હેઠળ કરવામાં આવ્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular