સનાતન ધર્મના વડા, ગુરૂદેવ અનંત શ્રી વિભૂષિત શારદાપીઠાધિશ્વર જગદગુરુ શંકરાચાર્યજી સદાનંદ સરસ્વતિજી મહારાજનું આજરોજ જામનગર ખાતે આગમન થયું છે. ત્યારે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન માટે પધાર્યા હતાં આજે સવાર દર્શન તેમજ સાંજે 05 કલાકે ગુરૂજીની પાદુકા પુજન તથા ગુરૂજીના આશિર્વચન તક્ષશીલા દરેડ જામનગર ખાતે રાખવામાં આવ્યું છે તો બ્રહ્મ એજ્યુકેશન એન્ડ સોશિયલ ડેવલપમેન્ટ ટ્રસ્ટ દરેડ ચેલાના સચિવ ગુણવંતભાઈ ભટ્ટે સર્વે ભકતોને આર્શિવચનનો લાભ લેવા અનુરોધ કર્યો છે.