ઉનાળાની સીઝનમાં ફળોના રાજા કેરીનું મોટા પ્રમાણમાં આવક થતી હોય છે. ત્યારે હજુ ઉનાળાની સીઝનની વાર હોય જામનગર શહેરમાં બજારોમાં હાફૂસ કેરીનું આગમન થઈ ચૂકયું છે. કેરી રસીયાઓ માટે હરખની હેલી જોવા મળી રહી છે પરંતુ ગરીબ અને મધ્યમ વર્ગ માટે હજુ થોભો અને રાહ જુઓ જેવી પરિસ્થિતિ છે. જામનગરમાં રોજની 50 પેટી હાફુસ કેરીની આવક થઈ રહી છે. હાલમાં 800 થી 1000 રૂપિયાનો કેરીનો ભાવ બજારમાં ચાલી રહયો છે. વેપારીઓના જણાવ્યા અનુસાર આ વખતે કેરીની આવક મોડી છે. સીઝન શરૂ થયાના 20 દિવસ બાદ કેરી બજારમાં આવી છે ત્યારે આ વર્ષે કેરીનો ભાવ સારો રહેવાની વેપારીઓ આશા રાખી રહ્યા છે.