જાણિતા ઉદ્યોગપતિ પિરામલ પરિવારનું દ્વારકાના હેલીપેડ પર હેલિકોપ્ટર પર આગમન થયુ. હેલીપેડ પર આગમન બાદ પિરામલ પરિવાર દ્વારકા નજીક આવેલા પ્રખ્યાત અને રમણીય શિવરાજપુર બીચની મુલાકાતે પહોંચ્યો હતો.
શિવરાજપુર બીચની કુદરતી સુંદરતા, સ્વચ્છ સફેદ રેતી અને નિલા સમુદ્રના નજારા વચ્ચે પિરામલ પરિવારે સમય વિતાવ્યો. આ મુલાકાત દરમિયાન પરિવારએ દરિયાકાંઠાની શાંતિ અને પ્રાકૃતિક સૌંદર્યને માણી આનંદ અનુભવ્યો.
View this post on Instagram
ઉદ્યોગપતિ પિરામલ પરિવારની આ મુલાકાતને કારણે દ્વારકા અને આસપાસના વિસ્તારોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો, તેમજ શિવરાજપુર બીચ ફરી એકવાર દેશ-વિદેશના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.


