જામનગરમાં મારામારી, દારૂ, જુગાર સહીત 12 જેટલા ગુનામાં સંડોવાયેલા આરોપી સામે પાસાનું શસ્ત્ર ઉગામાયું છે. પાસાના વોરંટની બજવણી થતાં સુરતી લાજપોર જેલમાં આરોપીને મોકલવામાં આવ્યો છે.
આ અંગેની વિગત મુજબ જામનગરમાં રહેતો પાર્થ ઉર્ફે જાંબલી જીતેન્દ્ર કટીયારા નામના શખ્સ સામે પ્રોહિબિશન, મારામારી અને જુગાર ધારા સહિતના 12 ગુનાઓ નોંધાયેલા છે. આ શખ્સ વિરૂધ્ધ પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સુચનાથી એલસીબી પીઆઇ કે.કે.ગોહિલ તથા સ્ટાફે પાર્થ ઉર્ફે જાંબલી જીતેન્દ્ર કટીયારા વિરૂધ્ધ કરેલી પાસાની દરખાસ્ત જિલ્લા મેજીસ્ટ્રેટએ મંજુર કરતાં એલસીબીની ટીમે પાર્થ ઉર્ફે જાંબલીની ધરપકડ કરી સુરતની લાજપોર જેલમાં ધકેલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.