જામનગર જિલ્લાના પીરોટન ટાપુ ઉપર મંજૂરી વગર પ્રવેશ કરનાર માછીમારી શખ્સ વિરૂધ્ધ પોલીસે ગુનો નોંધી અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર જિલ્લાના પીરોટન ટાપુ ઉપર પ્રવેશ પ્રતિબંધ બાબતનું જિલ્લા કલેકટર દ્વારા જાહેરનામુ પ્રસિધ્ધ કરાયું છે અને આ ટાપુ ઉપર કોઇપણ વ્યકિતએ મંજૂરી વગર પ્રવેશ કરવાની મનાઈ હોવા છતાં બેડીના થરી વિસ્તારમાં રહેતો કાસમ જુસબ ચાવડા નામનો માછીમારી શખ્સ પ્રતિબંધિત પીરોટન ટાપુ ઉપર સરકારની મંજૂરી વગર પ્રવેશ કરતા બેડી મરીન પોલીસે શખ્સને ઝડપી લીધો હતો અને તેના વિરૂધ્ધ જાહેરનામા ભંગ અંગેનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.