લાલપુર તલુકાના આરબલુસ ગામમાં રહેતા શખ્સના મકાનમાંથી સ્થાનિક પોલીસે રેઇડ દરમ્યાન તલાસી લેતાં રૂા. 83500 ની કિંમતની 173 બોટલ અંગ્રેજી દારૂ મળી આવતા શખ્સની ધરપકડ કરી પૂછપરછમાં અન્ય શખ્સની સંડોવણી ખુલતા બન્ને વિરૂધ્ધ ગુનોલ નોંધી તપાસ આરંભી હતી.
દારૂ અંગેના દરોડાની વિગત મુજબ લાલપુર તાલુકાના આરબલુસ ગામમાં રહેતા શખ્સના મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે પીએસઆઇ એમ.એન. જાડેજા તથા સ્ટાફે રેઇડ દરમ્યાન પ્લોટ વિસ્તારમાં આવેલા જેઠા ખેતા પરમારના મકાનની તલાસી લેતાઁ મકાનમાંથી રૂા. 86500ની કિંમતની અંગ્રેજી દારૂની જુદી-જુદી બનાવટની 173 બોટલ મળી આવતા પોલીસે જેઠાની પૂછપરછ કરતાં દારૂના જથ્થામાં તેના પુત્ર ભાવેશની સડોવણી હોવાનું ખુલતા પોલીસે પિતા-પુત્ર વિરૂધ્ધ ગુનો નોંધી ભાવેશની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતા.