જમ્મુ કાશ્મીરમાં આજે એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. પટનીટોપ વિસ્તારમાં શિવગઢના જંગલમાં સેનાનું હેલિકોપ્ટર ક્રેશ થયું છે. સૂચના મળતાની સાથે જ સેના અને પોલીસની ટીમને રવાના કરી દીધી હતી. બન્ને પાયલોટને સારવાર અર્થે લઇ જતી વખતે તેઓના મૃત્યુ નીપજ્યા હતા.

સેનાની ટીમ હેલિકોપ્ટરના કાટમાળને ખસેડવા લાગી ગઈ છે. હેલિકોપ્ટક ક્રેશ થયું કે ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું તે હજુ સુધી સામે આવ્યું નથી. અધિકારીઓએ જાણકારી આપી છે કે આ ઘટના જિલ્લાના શિવગઢ ધાર વિસ્તારમાં સવારે 10 થી 11ના સમયની વચ્ચે બની હતી. આ હેલિકોપ્ટર સેનાના એવિએશન કોરનું છે.
હેલિકોપ્ટરના ક્રેશ થતા જ જોરદાર અવાજ આવતા સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી ગયા હતા અને તેમણે ઘાયલ પાયલટોને હેલિકોપ્ટરની બહાર કાઢ્યા હતા. પરંતુ સારવારમાં લઇ જતી વખતે બન્નેના મૃત્યુ નીપજ્યા છે.