Tuesday, January 7, 2025
Homeરાજ્યરાજપૂત સમાજ દ્વારા શસ્ત્રપૂજન

રાજપૂત સમાજ દ્વારા શસ્ત્રપૂજન

- Advertisement -

- Advertisement -

જામનગરમાં આજરોજ વિજયાદશમી પર્વ નિમિત્તે શસ્ત્ર પૂજનના કાર્યક્રમો યોજાયા હતા. કોરોના મહામારીના કારણે આ વર્ષે પણ જામનગરમાં રાવણ દહનનો કાર્યક્રમ રદ રાખવામાં આવ્યો છે. કોરોનાના કેસો ઘટતા સરકાર દ્વારા 400 લોકોની મર્યાદામાં કાર્યક્રમની છૂટ આપવામાં આવી છે. આમ છતાં સલામતિને ધ્યાને લઇ જામનગરમાં રાવણ દહન યોજાશે નહીં. જયારે માસ્ક અને સોશ્યિલ ડિસ્ટન્સ સાથે દર વર્ષની જેમ આ વર્ષે પણ પરંપરાગત રીતે શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું. જામનગર રાજપૂત સેવા સમાજ અને જામનગર શહેર જિલ્લા રાજપૂત યુવા સંઘ દ્વારા રાજપૂત ધર્મની સંસ્કૃતિ અને ગૌરવશાળી પરંપરા મુજબ દશેરા શસ્ત્રપૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજપૂત સેવા સમાજ ખાતે જામનગરના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, પી.એસ. જાડેજા સહિતના રાજપૂત સમાજના હોદેદારો અગ્રણીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular