આર્જેન્ટિનાની ટીમે ત્રીજી વખત વર્લ્ડ કપ જીતીને ઇતિહાસ રચી દીધો હતો. આ પહેલા આર્જેન્ટિનાએ 1978 અને 1986 માં બે વખત વર્લ્ડ કપ જીત્યો હતો. રોમાંચક મેચમાં બંને ટીમોએ એક્સ્ટ્રા ટાઈમમાં પણ શાનદાર પ્રદર્શન કરતા કોઈ પરિણામ આવ્યું ન હતું અને આખરે મેચ પેનલ્ટી શૂટ આઉટમાં ગઈ હતી જેમાં અર્જેન્ટિનાએ શાનદાર પર્ફોર્મન્સ દેખાડતા 4-2થી ફ્રાંસને હરાવ્યું હતું. આર્જેન્ટીના સામેનો પરાજય ફ્રાન્સના ફૂટબોલ પ્રેમીઓ સહન કરી શકયા ન હતા. રોષે ભરાયેલાં ફ્રાન્સના નાગરિકો રાત્રે મોટી સંખ્યામાં રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા. તોફાને ચઢેલાં ફ્રાન્સના લોકોએ માર્ગો પર વાહનોને આગ લગાવી હતી. તેમજ પોલીસ સાથે પણ ઘર્ષણમાં ઉતરી પડયા હતા. રોષે ભરાયેલાં લોકોને વિખેરવા માટે પોલીસે અશ્રુવાયુના સેલ છોડવા પડયા હતા. ફ્રાન્સના પેરિસ, લીયોન, નિશ જેવા શહેરોમાં ફૂટબોલ પ્રેમીઓએ તાંડવ મચાવ્યું હતું. 90 મિનિટના અંતે 2-2 થી સ્કોર રહેતા મેચ એક્સ્ટ્રા ટાઈમમાં ગઈ હતી. જ્યાં 30 મિનિટના એક્સ્ટ્રા ટાઈમના સેક્ધડ હાફમાં મેસીએ ટીમનો ત્રીજો અને પોતાનો બીજો ગોલ ફટકાર્યો હતો. પરંતુ આ જ દરમ્યાન થોડાં સમયમાં જ ફ્રાન્સ તરફથી એમ્બાપ્પે પણ ત્રીજી ગોલ કરીને મેચમાં વધુ રોમાંચ પેદા કરી દીધો હતો. અને પરિણામે મેચ પેનલટી શૂટ આઉટમાં ગઈ હતી.
સેકન્ડ હાફમાં પણ આર્જેન્ટિનાની ગેમ આક્રમક રહી હતી ત્યારે એવું લાગતું હતું કે આર્જેન્ટિના માટે આ ગેમ સરળ છે. પરંતુ ફ્રાન્સના સ્ટાર પ્લેયર એમ્બાપ્પે 80 અને 81મી મિનિટે ઉપર ઉપરી ગોલ કરીને મેચ રોમાંચક મોડ પર લાવી દીધી હતી.
આર્જેન્ટિનાને 22મી મિનિટે પેનલ્ટી મળી, જેને કેપ્ટન લિયોનેલ મેસીએ લીધી. મેસ્સીએ ગોલ કરીને પોતાની ટીમ આર્જેન્ટિનાને મેચમાં 1-0ની લીડ અપાવી. ફ્રાન્સના કેપ્ટન અને ગોલકીપર લોરિસ મેસ્સીની પેનલ્ટી ચૂકી ગયા અને મેસ્સીએ આ વર્લ્ડ કપમાં છઠ્ઠો ગોલ કર્યો. મેચનો પ્રથમ હાફ પૂરો થયો ત્યારે આર્જેન્ટિનાએ બે ગોલ કરીને પોતાનો દબદબો જાળવી રાખ્યો હતો. મેસ્સીએ 23મી મિનિટે પેનલ્ટી વડે ટીમ માટે પહેલો ગોલ કર્યો હતો. જ્યારે બીજો ગોલ ડી મારિયાએ 36મી મિનિટે કર્યો હતો. પ્રથમ હાફમાં ફ્રાન્સની ટીમ એક પણ ગોલ કરી શકી ન હતી. જ્યારે આર્જેન્ટિનાએ ગોલ માટે 6 વખત પ્રયાસ કર્યો હતો, તેમાંથી 3 શોટ ટાર્ગેટ પર હતા.