જો તમને વારંવાર સાંધામાં દુ:ખાવો, સોજો અથવા જડતાનો અનુભવ થાય છે તો તમારું યુરિક એસિડનું સ્તર વધ્યું હોય તેવી શકયતાઓ છે. યુરિક એસિડ એ પ્યુરિન નામના પદાર્થોના ભંગાણ દ્વારા બનેલો કચરો છે. જ્યારે કિડની તેને યોગ્ય રીતે ઉત્સર્જન કરવામાં અસમર્થ હોય છે ત્યારે તે સાંધામાં સ્ફટિકોના રૂપમાં એકઠા થઈ શકે છે જેનાથી સંધિવા જેવી પીડાદાયક સ્થિતિઓ થઈ શકે છે.
શું તમારી સવાર પણ દુ:ખાવાથી શરૂ થાય છે ? શું તમને પણ પલંગ પરથી નીચે ઉતરતા તકલીફ પડે છે ? શું તમે પણ ઉઠતાની સાથે જમીન પર પગ નથી માંડી શકતા ? જો તમારો જવાબ હા માં આવે છે તો આ તમારા માટે જાણવા જેવું છે કે તમને યુરિક એસિડનું પ્રમાણ વધી શકે છે. આજકાલ યુરિક એસિડનું પ્રમાણ વધવાનું ખુબ સામાન્ય થઈ ગયું છે. આજની આધુનિક લાઈફસ્ટાઈલના કારણે લોકો હવે કઇક બીમારીઓથી પીડાતા જોવા મળી રહ્યા છે. ત્યારે શરીરમાં યુરીક એસિડનું પ્રમાણ વધવાના ઘણાં કિસ્સાઓ સામે આવી રહયા છે. જ્યારે આ ઝેર લોહીમાં જમા થાય છે અને તમારા ઘુંટણ, આંગળીઓ અને પગની ઘુંટીઓમાં જામ થાય છે ત્યારે જાણવા જેવું એ છે કે આપણા રસોડામાં પણ કેટલાંક એવા સુપરફુડ છે જે શરીરના આ દુશ્મનને દૂર કરવામાં મદદ કરી શકે છે. તો ચાલો આ સુપરફુડ કયા-કયા છે તે જાણીએ…
1. કાકડી :-
કાકડી લગભગ 95% પાણીથી બનેલી હોય છે. જે યુરિક એસિડ માટે ઉત્તમ ખોરાક છે તે શરીરને હાઈડે્રટેડ રાખે છે અને વધારાનું યુરિક એસિડ ઝડપથી શરીરમાંથી દૂર કરે છે. કાકડીને સલાડ તરીકે ખાઈ શકાય અથવા તો જો શરીરને અનુકૂળ રહે તો લીંબુ અને કોથમરી સાથે તેનો રસ સવારે ખાલી પેટે પી શકાય.
2. ચેરી :-
યુરિક એસિડથી પીડિતો માટે ચેરી એક વરદાન છે. ચેરીમાં એન્થોસાયનિન નામના શક્તિશાળી એન્ટીઓક્સિડન્ટ હોય છે. આ શરીરમાં યુરિક એસિડનું સ્તર ઘટાડે છે. પરંતુ, સંધિવાને કારણે થતી તીવ્ર બળતરા અને પીડા ઘટાડવામાં પણ અતિ અસરકારક છે આ અસંખ્ય અભ્યાસોમાં સાબિત થયું છે તમે તાજી ચેરી ખાઈ શકો છો અથવા તમે ખાંડ વગરની ચેરીનો રસ પણ પી શકો છો.
3. સફરજન :-
રોજ એક સફરજન ડોકટરને દૂર રાખે છે યુરિક એસિડે માટે એકદમ સારું છે. સફરજનમાં મેલિક એસિડ નામનું સંયોજન હોય છે. આ મેલિક એસિડ તમારા લોહીમાં વધારાનું યુરિક એસિડ નિષ્ક્રિય કરવામાં મદદ કરે છે. સ્ફટિકો બને તે પહેલાં તેને શરીરમાંથી દૂર કરે છે. દરરોજ ઓછામાં ઓછું એક મધ્યમ કદનું સફરજન ખાઓ. જેમાં તેની છાલ પણ સામેલ છે કારણ કે, તેમાં ફાઈબર પણ મહત્વપૂર્ણ છે.
4. બદામ અને સીડ્સ :-
યુરિક એસિડનું પ્રમાણ વધુ હોય તેવા લોકોને પ્યુરિનથી ભરપુર ખોરાક ટાળવાની સલાહ આપવામાં આવે છે. બદામ અને સીડ્સ ઉત્તમ પસંદગી છે. બદામ, અખરોટ, ચિયા બીજ અને શણના બીજમાં પ્યુરિન ઓછું હોય છે અને તે સ્વસ્થ ચરબી, વિટામિન અને ખનિજોથી ભરપુર હોય છે. તે બળતરા ઘટાડવામાં અને ઉર્જા પ્રદાન કરવામાં મદદ કરે છે. દરરોજ સવારે પલાળેલી બદામ અને અખરોટ ખાઓ સ્મુધિ અથવા દહીંમાં ચિયા અથવા અળસીના બીજ મીકસ કરો.
5. બેરી :-
સ્ટ્રોબેરી, બ્લુબેરી અને રાસબેરી જેવી બેરી એન્ટી ઓક્સિડન્ટ અને વિટામિન સી થી ભરપુર હોય છે. બેરીમાં જોવા મળતા સંયોજનો શરીરમાં બળતરા વિરોધી અસરો ધરાવે છે. વિટામિન સી કિડનીને યુરિક એસિડને વધુ અસરકારક રીતે ઉત્સર્જન કરવામાં મદદ કરે છે. જેનાથી સંધિવાના હુમલાનું જોખમ ઓછું થાય છે.
તમારા આહારમાં આ ખોરાકનો સમાવેશ કરવા ઉપરાંત પુષ્કળ પાણી પીવું ખુબ જ મહત્વનું છે. દિવસમાં 8-10 ગ્લાસ પાણી યુરિક એસિડને પાતળું કરવામાં અને બહાર કાઢવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.
(અસ્વીકરણ: સલાહ સમિતિની આ સામગ્રી માત્ર સામાન્ય માહિતી પ્રદાન કરે છે. તે કોઇપણ રીતે યોગ્ય તબીબી અભિપ્રાયોનો વિકલ્પ નથી. વધુ વિગતો માટે હંમેશા નિષ્ણાંત અથવા તમારા ડોકટરની સલાહ લો.)


