મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલના સફળ નેતૃત્વ હેઠળ સુશાસનના પાંચ વર્ષ પૂર્ણ થતા સમગ્ર રાજ્યમાં કલ્યાણકારી યોજનાઓના લોકોને મળતા લાભો સાથે ગુજરાતની ગૌરવપૂર્ણ વિકાસયાત્રાને આવરી લેતી પ્રજાલક્ષી યોજનાઓના કાર્યક્રમોનું આયોજન હાથ ધરવામાં આવેલ છે.
જેમાં પાંચમા દિવસે શ્રમ અને રોજગાર મંત્રીદિલીપકુમાર ઠાકોરના અધ્યક્ષસ્થાને ધ્રોલ તાલુકાના વાંકિયાખાતે કિસાન સન્માન દિવસની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં કૃષિ વિભાગ અને ઉર્જા વિભાગ અંતર્ગત સાત પગલાં ખેડૂત કલ્યાણ યોજનાના 25 લાભાર્થીઓને મંત્રીના હસ્તે મંજૂરી હુકમો, કીટ એનાયત તેમજ કિસાન સૂર્યોદય યોજનાના ફેઝ-3નો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. મંત્રીએ કિસાન પરિવહન યોજનાના લાભાર્થીઓના વાહનોને લીલીઝંડી આપી કિસાનોને વિકાસ સાથે આધુનિક હરિત ક્રાંતિ તરફ આગળ વધવા શુભેચ્છા આપી હતી.જામનગર જિલ્લામાં વિવિધ ચાર સ્થળે આ કાર્યક્રમ કિસાન સન્માન દિવસ અંતર્ગત યોજાયા હતા.
આ પ્રસંગે મંત્રી દિલીપકુમાર ઠાકોર જણાવ્યું હતું કે,મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના પાંચ વર્ષના કાર્યકાળમાં અનેક મહત્વના નિર્ણયો લેવાયા છે. આપણું ગુજરાત ભૌગોલિક રીતે કૃષિ પાકોથી પણ અલગ ઓળખ ધરાવે છે. ગુજરાત મગફળી, કપાસ, વરીયાળી, ઇસબગુલ, કપાસ, દિવેલાના ઉત્પાદનમાં રાષ્ટ્રસ્તરે મોખરે છે.
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતને ઉત્તમ ગુજરાત બનાવ્યું હતું જ્યારે આ પાંચ વર્ષમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સરકારે ગુજરાતને ઉત્તમ થી સર્વોત્તમ તરફ પ્રયાણ કરાવ્યું છે.
રાજ્ય સરકારે ખેડૂતોને અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ કે કોઈ પણ કુદરતી આફત સમયે પણ તકલીફ ના પડે તે માટે સમયાંતરે રાહતરૂપી સહાય આપી છે. આમ રાજ્યના ખેડૂતોને સરકારએ 3107 કરોડ દ્વારા મદદરૂપ થવાનું પગલું લીધું. ખેડૂતોને પૂરતું ખાતર મળે તે માટે પણ સબસિડી, ગુણવત્તાસભર બિયારણમાં પણ સબસીડી અને રાજ્ય સરકાર દ્વારા એક વર્ષમાં જ 137 કરોડની વીજળી સહાય, 625.31 લાખની ટ્રેકટર સહાય તથા ખેડૂત સક્ષમ અને આત્મનિર્ભર બને તે માટે વિના વ્યાજે ત્રણ લાખ સુધીની ધિરાણ આપવામાં આવ્યું છે. આત્મા દ્વારા ખેડૂતની ખેતીમાં પણ ગુણવત્તાલક્ષી સુધારો થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા 1403 કરોડનો ખર્ચ કરી ખેડૂતોને ખેતી માટે નવીન પદ્ધતિઓ તરફ અગ્રેસર કરવાનું કામ કરવામાં આવી રહ્યું છે.
ખેડૂતો દેવાના ડુંગરમાંથી બહાર આવી અને આત્મનિર્ભર બને તે માટે રાજ્ય સરકાર દ્વારા હવે સાત પગલાં ખેડૂત કલ્યાણ યોજના દ્વારા પાક સંગ્રહ, પ્રાકૃતિક ખેતી વગેરે સહાય આપી વાવણીથી વેચાણ સુધીના દરેક સ્તરે સરકાર દ્વારા ખેડૂતોને સાથ આપવામાં આવ્યો છે. માત્ર મોટા નહીં પરંતુ નાના અને સિમાંત ખેડૂતોનો પણ વિકાસ થાય તે માટે ખાસ વિજયભાઈ રૂપાણીની સરકાર આગળ આવી છે, તો વળી કિસાન સૂર્યોદય યોજના દ્વારા ખેડૂતોને દિવસે પણ વીજળી મળે અને રાતના સમયે તેઓને જાનવર વગેરેથી તકલીફો ના પડે તેનો પણ રાજ્ય સરકાર ખ્યાલ રાખી રહી છે. આમ ધરતીપુત્રોના શ્રમ સાથે રાજ્ય સરકારની અનેક યોજનાઓના સહકારથી ગુજરાતના ખેડૂતોની સમૃદ્ધિ વધી છે તેમ મંત્રીએ ઉમેર્યું હતું.
જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મુંગરાએ ખેડૂતોને કૃષિલક્ષી અનેકવિધ યોજનાના લાભો વિશે માહિતી આપી હતી.કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના ભૂજ-કચ્છ ખાતેના રાજ્યકક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ રજૂ કરવામાં આવ્યું હતું.
જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન લખધીરસિંહ જાડેજા, તાલુકા પંચાયત પ્રમુખ ગીતાબા જાડેજા, ભાજપ જિલ્લા ઉપપ્રમુખ ડી.ડી.જીવાણી, જિલ્લા પંચાયત સદસ્ય કમલેશભાઈ ધમસાણિયા, વિનુભાઈ ભંડેરી, નવલસિંહ મુંગરા, કલેકટર સૌરભ પારઘી, જિલ્લા વિકાસ અધિકારી મિહિર પટેલ, પ્રાંત અધિકારી એચ.પી. જોશી, પીજીવીસીએલના અધિક્ષક ઇજનેર સી. કે. પટેલ, જિલ્લા ખેતીવાડી અધિકારી એચ. વી. ગોસાઈ તથા વિવિધ યોજનાઓના લાભાર્થીઓને અને ખેડૂતો બહોળી સંખ્યામાં ઉપસ્થિતરહ્યા હતા.
ખેડૂત કલ્યાણ યોજનાના લાભાર્થીઓને મંજૂરી હુકમ અને કિટ વિતરણ
કિશાન સૂર્યોદય યોજનાનું લોકાર્પણ કરાયું : જામનગરમાં ચાર સ્થળોએ યોજાયેલા કાર્યક્રમમાં ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યાં