Sunday, December 22, 2024
Homeરાજ્યગુજરાતપ્રમુખસ્વામી મહારાજ શતાબ્દિ મહોત્સવમાં સેવા આપનાર સહયોગીઓનો કૃતજ્ઞતા સમારોહ યોજાયો

પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દિ મહોત્સવમાં સેવા આપનાર સહયોગીઓનો કૃતજ્ઞતા સમારોહ યોજાયો

સ્વયંસેવકોના સેવા-સમર્પણ-ભક્તિમય પુરૂષાર્થને બિરદાવતી વિશિષ્ટ સ્વયંસેવકસભા યોજાઇ

- Advertisement -

તાજેતરમાં અમદાવાદમાં 600 એકરમાં તૈયાર થયેલા ઉત્સવ સ્થળ ‘પ્રમુખસ્વામી મહારાજ નગર’ ઉપર ભવ્યાતિભવ્ય રીતે ઉજવાયેલા પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં 1 કરોડ 21 લાખ દર્શનાર્થીઓ પવિત્ર પ્રેરણાઓથી ધન્ય થયા હતા. જેમણે જીવનભર માનવજાતની સેવા માટે પોતાની ક્ષણેક્ષણનો વિનિયોગ કર્યો છે એવા બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ માટે કૈંક કરી છૂટવાની ભાવનાનો 80,000 કરતાં વધુ સ્વયંસેવકો અને નાની-મોટી સેવા કરનાર અનેક ભક્તો-ભવિકોના હૈયે પ્રતિઘોષ ઉઠ્યો હતો.

- Advertisement -

અહી નાનામાં નાની સેવા કરનારાઓમાં કોઈ ઉદ્યોગપતિ હતા, કોઈ સરકારી પદાધિકારીઓ હતા, કોઈ સામાજિક પ્રતિષ્ઠિત અગ્રણી હતા, કોઈક માલેતુજાર પણ હતા, કોઈક કઠિન આર્થિક-સ્વાસ્થયલક્ષી સંજોગોમાંથી પસાર થઈ રહ્યા હતા. કોઈક ધંધા-વ્યવસાયને તાળાં મારી સેવામાં જોડાયા હતા, તો કોઈક પોતાની નોકરી છોડીને ભક્તિભાવથી સેવામાં લાગી ગયા હતા.

આબાલ-વૃદ્ધ-સ્ત્રી-પુરુષ સૌ કોઈ અહીં સેવા અને સમર્પણના સાચા ભાવથી સમર્પિત થયા હતા. પ્રમુખસ્વામી મહારાજ નગરની મુલાકાતે આવતા લોકોનાં વાહનોનાં પાર્કિંગથી લઈને પ્રેમવતીના સંચાલન સુધી, સમગ્ર નગરના તમામ આકર્ષણો અને પ્રદર્શનોની તમામ વ્યવસ્થામાં સંતો અને સ્વયંસેવકો દ્વારા સેવાનું આયોજન, અને તેની પાછળની સેવાની ભાવના બધાને નતમસ્તક કરી દે તેવી હતી.

- Advertisement -

ઇઅઙજના સંતો – પૂ. ઈશ્વરચરણદાસ સ્વામી, પૂ. યજ્ઞપ્રિય સ્વામી, પૂ. વિવેકમુનિ સ્વામી, પૂ. આત્મતૃપ્ત સ્વામીએ સ્વયંસેવકોના અપ્રતિમ સેવા અને સમર્પણની ગાથાઓ રજૂ કરી હતી. પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજે સૌને આશીર્વાદ પાઠવતા જણાવ્યું હતું કે, આ ઉત્સવ ન ભૂતો, ન ભવિષ્યતિ થયો છે. આપ સૌ સંતો અને સ્વયંસેવકોનો જેટલો આભાર માનીએ તેટલો ઓછો છે. આ ઉત્સવ પ્રેરણાઓનો મહોત્સવ હતો. લાખોના જીવન ઉન્નત બનાવવાનો હતો. આપને ખ્યાલ નથી કે આપે કેટલું મહાન કાર્ય કર્યું છે. આ સેવાથી આપ સૌનું ઘડતર થયું છે. અહી જે કોઈ મુલાકાતીઓ આવ્યા સૌને અંતરનો આનંદ થયો. આપ સૌએ સંપની ભાવનાથી આ કાર્ય કર્યું તે ખૂબ મોટી વાત છે. શતાબ્દીમાં સેવા કરનાર સૌ સંતો અને સ્વયંસેવકોની જય હો. પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં હજારો ભાવિકોએ કરેલી વિવિધ સેવા-સહાય અને તેમના સહયોગનો આભાર માનવા કૃતજ્ઞતા સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કૃતજ્ઞતા સમારોહના આરંભમાં ઇઅઙજના પૂ. અક્ષરવત્સલદાસ સ્વામીએ સેવાનું મહત્વ સમજાવતું પ્રેરક ઉદ્બોધન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ માનવજાતિના ઉત્કર્ષનો મહોત્સવ છે તેમજ જીવન ઘડતર અને આધ્યાત્મિક ઉન્નતિનો મહોત્સવ છે. અહી આવનાર તમામ વ્યક્તિઓ એ સ્વીકાર્યું કે,”અહી આવ્યા પછી એમને સારી પ્રેરણા પ્રાપ્ત થઈ છે અને અનેક લોકો એ જીવન પરિવર્તનનો સંકલ્પ લીધો છે જે આ પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની ફલશ્રુતિ છે. આ અવસરે ઉપસ્થિત્ અનેક સહયોગીઓએ પોતાની ભાવોર્મિઓ રજૂ કરી હતી. અખઈના યતીન્દ્રભાઈએ જણાવ્યું હતું કે, પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ અવિસ્મરણીય અને અકલ્પનીય છે. 80,000 સ્વયં સેવકો સાથે સાથે મને પણ કોર્પોરેશન વતી સેવા કરવાનો મોકો મળ્યો છે. આ સેવા બાપાના આશીર્વાદ રૂપી પ્રસાદ છે . ગોપી ફાર્મના સુરેશભાઇ પટેલે જણાવ્યું હતું કે, ન ભૂતો ન ભવિષ્યતિ એવો 30 દિવસ લાંબો પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ નિર્વિઘ્ને પૂર્ણ થઈ ગયો છે તે ભગવાનની કૃપા છે. અમારે આંગણે આ મહોત્સવ ઉજવાયો તે માટે અમે સૌ ગામવાસીઓ પ્રમુખસ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજના ઋણી છીએ. આ પ્રમુખસ્વામી મહારાજ નગર એવું હતું કે ગમે એવો વ્યસ્ત માણસ નગર માં પ્રવેશ કરે ત્યારે બધા જ કામ મૂકી નગર દર્શનમાં ખોવાઈ જાય.ઉચ્ચ કક્ષાનું શિસ્ત અને પ્રબંધન જોવું હોય તો બી.એ.પી.એસ સ્વામિનારાયણ સંસ્થામાં જોવા મળે છે. પ્રમુખસ્વામી મહારાજ પાસે હૃદયથી માંગીએ અને પુરુષાર્થ કરીએ તો તેમની કૃપા વરસે જ એવો મને દ્રઢ વિશ્વાસ છે.

રાજીવ એન્જિનિયરિંગના અંકિતભાઈએ જણાવ્યું હતું કે, આપણું સૌથી મોટું સૌભાગ્ય છે કે આ શતાબ્દીમાં આપણો જન્મ થયો અને પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવના સાક્ષી બની શક્યા. આ પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાંથી આ શીખવા મળ્યું ખશભજ્ઞિ ખફક્ષફલયળયક્ષિં (પ્રબંધનની સાથે સૂક્ષ્મ પ્રબંધન) ઉશતભશાહશક્ષય (શિસ્ત), વીળફક્ષશિું (માનવતા) ફક્ષમ સશક્ષમક્ષયતત (કરુણા). ’બીજાના ભલામાં આપણું ભલું’ એ સૂત્ર અમારા સૌ માટે મુખ્ય શીખ છે.

- Advertisement -

વિવાન્તા ગ્રુપના શ્રી કેતનભાઈ પટેલે જણાવ્યું હતું કે, પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં અમારી સ્કીમમાં સ્વયંસેવકોના ઉતારા આપીને સેવા કરવાનો મોકો મળ્યો તે માટે હું આપનો આભારી છું. ‘ન ભૂતો ન ભવિષ્યતિ’ એવો આ મહોત્સવ થયો છે. મેં જાત અનુભવથી જોયું કે અમારી સ્કીમમાં બાકી રહેલું જે કાર્ય હતું, તે પૂર્ણ થતાં 6 મહિના લાગે, પરંતુ ભગવાનની કૃપાથી ત્રણ જ મહિનાથી તે પૂરું થયું અને ઉતારા સેવા માટે આપી શકાયા. પ્રમુખસ્વામી મહારાજના સૂત્ર ’બીજાના ભલામાં આપણું ભલું’ એ ભાવના સાથે આપણે જીવીશું તો સમાજમાં શાંતિ સ્થપાશે.
ઇઅઙજ સંસ્થાના આંતરરાષ્ટ્રીય સંયોજક પૂ. ઈશ્વરચરણદાસ સ્વામીએ જણાવ્યું હતું કે, આપ સૌના સહકારથી આટલો અલૌકિક, અદભૂત મહોત્સવ થયો. લાખો લોકો દોડી દોડીને આવે અને કલાકો સુધી લોકો રાહ જોઈને કોઈ અવ્યવસ્થા વગર પ્રમુખસ્વામી મહારાજ નગરનો લાભ લીધો. વિવિધ સંપ્રદાયના, વિવિધ ધર્મોના સૌ આ ઉત્સવમાં ઉત્સાહ અને પ્રેમથી જોડાયા તે ભગવાન સ્વામિનારાયણની કૃપા અને પ્રમુખસ્વામી મહારાજ અને મહંતસ્વામી મહારાજના દિવ્ય આશીર્વાદ. ભગવાન સ્વામિનારાયણે સેવા, ભક્તિ અને સમર્પણના મહિમાની ખૂબ વાત કરી છે. પ્રમુખસ્વામી મહારાજે સંપનો મહિમા ખૂબ કીધો છે. જો સંપથી કાર્ય થાય તો ખૂબ વિકાસ થાય. દરેકમાં ભગવાને પ્રેરણા કરી અને સૌએ સહકાર આપ્યો. પૂ. ઈશ્વરચરણદાસ સ્વામીએ લપકામણ, રકમપર, ઓગણજ, ભાડજ અને સાંતેજના જમીનદાતા ખેડૂતો અને બિલ્ડરભાઈઓનો આભાર માન્યો હતો. સાથે-સાથે સંતો, ભક્તો, સ્વયંસેવકો માટે ઉતારા માટે પોતાની સ્કીમમાં વ્યવસ્થા કરનાર બિલ્ડરો, હોટેલના માલિકોનો આભાર માનવામાં આવ્યો હતો. અખઈ, અઞઉઅ, અખઝજ, ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટ, ૠઊઇ, ઙઠઉ, અગ્નિશામક દળ, ઉૠઙ, ઈંૠઙ, પોલીસકર્મીઓ, સ્વચ્છતા-આરોગ્ય વિભાગ, એરપોર્ટ ઓથોરીટી ઓફ ઈન્ડિયા, ઈઈંજઋ, અને અન્ય અનેક ભારત સરકાર-ગુજરાત સરકારના સરકારી વિભાગો-અધિકારીઓ, સમાચારપત્રો, સપ્તાહિકો, માસિકો, ટીવી ચેનલોના તંત્રીઓ, માલિકો, પત્રકારમિત્રોનો આભાર માનવામાં આવ્યો હતો. સાથે સાથે સ્ટેજ, સાઉન્ડ, કોલ્ડ સ્ટોરેજ, રોપા, બિયારણ, અનાજ, બટાટા, ઘી-તેલ આદિના વેપારીઓ, અઙખઈ, ઇલેક્ટ્રિક સામગ્રીઓ, ઈંઝ હાર્ડવેર, વોકી-ટોકી, કઊઉ, બલ્બ, ઈઈઝટ, પાણીની ટાંકી-પાઇપ, બોઈલર, આઇશર, ઉંઈઇ, ટ્રેક્ટર જેવા ભારે વાહનો, ક્ધસ્ટ્રક્શન કંપનીઝ, રોડ કોન્ટ્રાકટર્સ, સપ્લાયર્સ, કારીગરો, ફર્નિચર સામગ્રીના વેપારીઓ, વેલ્ડિંગ રોડ્સ,વાંસ, પ્લાયવૂડ, પેવર બ્લોક્સ, ટેલિકોમ કંપનીઓ, લાઇટ્સ, કાપડ, રંગના વેપારીઓ, ફૂલોની સેવા કરનાર માળીઓ-માલિકો વગેરે અન્ય સૌ કોઈનો આભાર માનવામાં આવ્યો હતો. અખઈ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ દ્વારા સાયન્સ સિટી ખાતે સ્થિત હાઉસિંગ કોલોની હવેથી પ્રમુખસ્વામી નગર આવાસ તરીકે ઓળખાશે તે નિર્ણયની જાહેરાત કરવામાં આવી હતી.

પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજે સૌને આશીર્વાદ પાઠવ્યા હતા અને અહીં સેવા-સહકાર આપનાર સૌને સ્મૃતિભેટ સાથે આશીર્વાદ આપી તેમનું અભિવાદન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, આપણે સૌએ અનુભવ્યું કે પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ શાનદાર રીતે તેમજ ભવ્યતા અને દિવ્યતાથી ઉજવાયો છે. આ પ્રમુખસ્વામી મહારાજ નગરમાંથી 1 કરોડથી વધુ લોકોએ દર્શન કરીને પ્રેરણા મેળવી છે. આપ સૌએ આ પ્રમુખસ્વામી મહારાજ મહોત્સવને પોતાનો માનીને ખુલ્લા દિલથી સેવા કરી છે અને આપના સહયોગથી આ મહોત્સવ નિર્વિઘ્ને પૂર્ણ થયો છે. ’ઝાઝા હાથ રળિયામણા’ એ કહેવતને સાચા અર્થમાં ચરિતાર્થ કરીને આપ સૌએ સહકાર આપ્યો છે તો આ વિરાટ ઉત્સવ શક્ય બન્યો છે. આ પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ એ ’ સહકારનો ઉત્સવ ’ ઉત્સવ છે. ભગવાન સ્વામિનારાયણ અને પ્રમુખસ્વામી મહારાજ આપ સૌને તને મને ધને સુખી કરે અને સુખ શાંતિ પામો એવી પ્રાર્થના.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular