ગુજરાત સરકાર દ્વારા રાજ્યના આયુર્વેદ અધિકારીઓની બદલી અને બઢતીના ઓર્ડર કરવામાં આવ્યા છે. જેમાં જામનગર જિલ્લા આયુર્વેદ અધિકારી તરીકે બઢતી સાથે વૈદ્ય આનંદ જયસ્વાલને મુકવામાં આવ્યા છે. રાજ્યના 7 અધિકારીઓની બદલી તથા કુલ 41 અધિકારીઓની બતી સાથે બદલી કરવામાં આવી છે.
ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના આયુષ પ્રભાગ હેઠળના જિલ્લા આયુર્વેદ અધિકારી વર્ગ-1 તથા વૈદ્ય પંચકર્મ વર્ગ-1 તરીકે ફરજ બજાવતા 7 અધિકારીઓની બદલી કરવામાં આવી છે. તેમજ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હસ્તકના સરકારી આયુર્વેદ દવાખાના/હોસ્પિટલ ખાતે મેડિકલ ઓફિસર (આયુર્વેદ) વર્ગ-ર/ રેસીડેન્ટ મેડિકલ ઓફિસર (આયુર્વેદ) વર્ગ-2 તરીકે ફરજ બજાવતા અધિકારીઓને મદનીશ નિયામક (આયુર્વેદ)/જિલ્લા આયુર્વેદ અધિકારી/નાયબ હોસ્પિટલ અધિક્ષક/વૈદ્ય પંચકર્મ વર્ગ-1 તરીકે બઢતી આપવામાં આવી છે. જામનગર જિલ્લાના જોડિયા સરકારી આયુર્વેદ દવાખાનામાં ફરજ બજાવતા વૈદ્ય આનંદ ડી. જયસ્વાલને જિલ્લા આયુર્વેદ અધિકારી વર્ગ-1 જામનગર તરીકે બઢતી આપવામાં આવી છે. આ ઉપરાંત ભાવનગર જિલ્લાના બુધેલ સરકારી આયુર્વેદ દવાખાનામાં ફરજ બજાવતાં વૈદ્ય પિયુષ એમ. રાવની જિલ્લા આયુર્વેદ અધિકારી વ્ગ-1 દ્વારકા તરીકે બઢતી સાથે બદલી કરવામા આવી છે.