Saturday, January 10, 2026
Homeરાજ્યજામનગરઆમ આદમી પાર્ટી દ્વારા પ્રદેશ કમિટીમાં હોદ્દેદારોની નિમણૂંક

આમ આદમી પાર્ટી દ્વારા પ્રદેશ કમિટીમાં હોદ્દેદારોની નિમણૂંક

મોટીખાવડીના પ્રદીપસિંહ વાળાને પ્રદેશ મહામંત્રીની જવાબદારી

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે રાજકીય પક્ષો ચૂંટણીની તૈયારીમાં લાગી ચૂકયા છે. આ વખતે ભાજપ-કોંગ્રેસની સાથે આમ આદમી પાર્ટી પણ મેદાનમાં હોય, તૈયારી ચાલી રહી છે. આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત પ્રદેશના હોદ્ેદારોની નિમણૂંક કરવામાં આવી હતી. જેમાં મોટીખાવડીના પ્રદીપસિંહ વાળાને પ્રદેશ મહામંત્રી તરીકે નિમણૂંક કરવામાં આવી છે.

- Advertisement -

આમ આદમી પાર્ટી ગુજરાત રાજ્ય દ્વારા રાજ્યના આમ આદમી પાર્ટીના હોદ્ેદારોની નિમણૂંક કરવામાં આવી છે. પ્રદેશ કમિટીમાં ચાર રાજ્ય જોઇન્ટ સેક્રેટરી, ચાર લોકસભા જોઇન્ટ સેક્રેટરી, 15 જેટલા જિલ્લા વાઇસ પ્રેસિડેન્ટ, છ જિલ્લા જોઇન્ટ સેક્રેટરી તેમજ જિલ્લા સોશિયલ મિડીયા ઇન્ચાર્જ સહિતના હોદ્ેદારોની નિમણૂંક કરવામાં આવી છે. જેમાં મોટી ખાવડીના પ્રદીપસિંહ વાળાને પ્રદેશ મહામંત્રી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. આ ઉપરાંત જામનગર શહેરના રાજેન્દ્રસિંહ સોઢાને પણ પ્રદેશ મહામંત્રી તરીકેની જવાબદારી સોંપાઇ છે. જામનગર શહેરના દેવશીભાઇ ધુલીયા તથા તપનભાઇ વ્યાસને જિલ્લા વાઇસ પ્રેસિડેન્ટ તથા યોગેશભાઇ જોશીને જિલ્લા મહામંત્રી તરીકે કરાઇ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular