Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરએનએસયુઆઇ જામનગર શહેર-જિલ્લા પ્રમુખની નિમણૂંક

એનએસયુઆઇ જામનગર શહેર-જિલ્લા પ્રમુખની નિમણૂંક

શહેર પ્રમુખ તરીકે રવિરાજસિંહ ગોહિલ તથા જિલ્લા પ્રમુખ તરીકે સન્ની આચાર્ય

- Advertisement -

એનએસયુઆઇના જામનગર શહેર-જિલ્લાના પ્રમુખ તથા મહામંત્રીઓની નિમણૂંક કરવામાં આવી છે. જામનગર શહેર એનએસયુઆઇ પ્રમુખ તરીકે રવિરાજસિંહ ગોહિલની નિમણૂંક કરવામાં આવી છે.

- Advertisement -

એનએસયુઆઇના પ્રેસિડેન્ટ નિરજ કુંદન દ્વારા જામનગર શહેર-જિલ્લા સહિત 15 જિલ્લાના એનએસયુઆઇના પ્રમુખોની વરણી કરવામાં આવી છે. જેમાં જામનગર શહેર એનએસયુઆઇ પ્રેસિડેન્ટ તરીકે રવિરાજસિંહ ગોહિલ તેમજ જામનગર જિલ્લા એનએસયુઆઇ પ્રેસિડેન્ટ તરીકે સન્નીભાઇ આચાર્યની નિમણૂંક કરવામાં આવી છે. આ ઉપરાંત એનએસયુઆઇના નેશનલ સેક્રેટરી અંકુશ ભટનાગર દ્વારા જામનગર સહિત 16 શહેરોના મહામંત્રીની પણ નિમણૂંક કરવામાં આવી છે. જેમાં ગુજરાતના એનએસયુઆઇના મહામંત્રી તરીકે મહિપાલસિંહ જાડેજાની નિમણૂંક કરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular