ભાજપા દ્વારા લોકસભાની ચૂંટણીને ધ્યાને લઇ જામનગર લોકસભા સીટના પ્રભારી તરીકે વેલજીભાઇ મસાણી તથા સંયોજક તરીકે વિનોદભાઇ ભંડેરીની નિમણૂંક કરવામાં આવી છે.
ભારતીય જનતા પાર્ટી દ્વારા આગામી લોકસભા ચૂંટણી-2024ની તૈયારી શરુ કરી દેવામાં આવી છે. ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટિલની સૂચના તેમજ માર્ગદર્શનથી ગુજરાતની 24 લોકસભા સીટના પ્રભારી તેમજ સંયોજકોના નામની જાહેરાત કરવામાં આવી છે. જેમાં જામનગર લોકસભા સીટના પ્રભારી તરીકે બક્ષીપંચ મોરચાના રાષ્ટ્રીય ઉપપ્રમુખ વેલજીભાઇ મસાણીની નિમણૂંક કરવામાં આવી છે. તેમજ સંયોજક તરીકે જામનગર જિલ્લા પૂર્વમહામંત્રી વિનોદભાઇ ભંડેરીની સંયોજક તરીકે નિમણૂંક કરવામાં આવી છે. આ ઉપરાંત પૂર્વમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા)ની અમરેલીના પ્રભારી તરીકે નિમણૂંક કરવામાં આવી છે.