ભારતીય જનતા પાર્ટી જામનગર જિલ્લા ભાજપના પ્રમુખ રમેશભાઇ મુંગરાની સૂચનાથી જામનગર જિલ્લામાં આઇટી અને સોશિયલ મિડીયા અને મિડીયા વિભાગના કન્વીનર, સહકન્વીનરની નિમણૂંક કરવામાં આવી છે. જેમાં આઇટી વિભાગના કન્વીનર તરીકે દિગ્વિજ્યસિંહ જાડેજા (લાલપુર), સહકન્વીનર તરીકે ભાવિના સોનછાત્રા (સિક્કા) તથા તરૂણ ચૌહાણ (કાલાવડ), સોશિયલ વિભાગ મિડીયામાં કન્વીનર તરીકે રણજીતસિંહ ચુડાસમા (લાલપુર), સહકન્વીનર તરીકે ધાર્મિક વસોયા (જામનગર) તથા નંદલાલ પટેલ (જામનગર) તેમજ મિડીયા વિભાગમાં ક્ધવીર તરીકે નરેન્દ્રસિંહ પરમાર (જામનગર), સહક્ધવીનર તરીકે બાવનજીભાઇ સંઘાણી (જામનગર) તથા વિપુલભાઇ સંચાણીયા (ધ્રોલ)ની નિમણૂંક કરવામાં આવી છે. તેમ જામનગર જિલ્લા ભાજપ મહામંત્રી દિલીપભાઇ ભોજાણીની યાદી જણાવે છે.