Tuesday, September 17, 2024
Homeરાજ્યજામનગરજામનગર લોકસભા બેઠક માટે આઇએએસ ઓબ્ઝર્વર હસમતઅલી યાટુની નિમણૂંક

જામનગર લોકસભા બેઠક માટે આઇએએસ ઓબ્ઝર્વર હસમતઅલી યાટુની નિમણૂંક

ગુજરાતની 26 લોકસભા સીટ માટે અન્ય રાજ્યના આઇએએસ આઇપીએસ ઓબ્ઝર્વરની નિમણૂંક

- Advertisement -

જામનગર સહિત રાજ્યની 26 લોકસભા સીટ માટે કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા અન્ય રાજ્યોના આઇએએસ-આઇપીએસ ઓબ્ઝર્વરની નિમણૂંક કરવામાં આવી છે. જેમાં જામનગરના આઇએએસ ઓબ્ઝર્વર તરીકે હસમત અલી યાટુની નિમણૂંક કરવામાં આવી છે.

- Advertisement -

જામનગર સહિત રાજ્યની 26 લોકસભા બેઠકો માટે આજથી જાહેરનામુ પ્રસિધ્ધ થતાંની સાથે ઉમેદવારીપત્ર ભરવા સહિતની પ્રક્રિયા પ્રારંભ થશે. ત્યારે કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા ત્રીજા તબક્કામાં સાતમી મેએ ગુજરાતમાં યોજાનારી 26 લોકસભા બેઠકોની સામાન્ય ચૂંટણી માટે કુલ 27 આઇએએસ અને કુલ 14 આઇપીએસ અધિકારીની બેઠકવાર ઓબ્ઝર્વર તરીકે નિમણૂંક કરવામાં આવી છે. જેમાં જામનગર લોકસભા બેઠક માટે હસમતઅલી યાટુની નિમણૂંક કરવામાં આવી છે. આ ઉપરાંત પોરબંદરના આઇએએસ ઓબ્ઝર્વર તરીકે ટી.એન. વૈકંટેશન અને આઇપીએસ ઓબ્ઝર્વર તરીકે ઉત્પલકુમાર નસકર તથા રાજકોટમાં આઇએએસ ઓબ્ઝર્વર તરીકે નેહાગીરીની નિમણૂંક કરવામાં આવી છે.

વિધાનસભાની પેટાચૂંટણી પણ સાથે યોજાનાર હોય, પાંચ વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી માટે જે તે લોકસભા સીટ માટે નિયુક્ત ઓબ્ઝર્વર જવાબદારી બજાવશે. આ ઓબ્ઝર્વર તેમને સોંપાયેલી બેઠકનું ટૂંકસમયમાં ચાર્જ સંભાળશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular