ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સાથે પરામર્શ કરી જામનગર શહેર ભાજપ સંગઠનની ટીમમાં ખાલી પડેલ જગ્યાઓ ઉપર શહેર ભાજપ અધ્યક્ષ ડો.વિમલભાઇ કગથરા દ્વારા હોદ્દેદારોની નિમણૂંક કરવામાં આવી છે. જેમાં શહેર મહામંત્રી તરીકે મેરામણભાઇ ભાટુ, શહેર ઉપાધ્યક્ષ તરીકે રાજુભાઇ યાદવ તથા શહેર મંત્રી તરીકે અનસુયાબેન વાઘેલાની નિમણૂંક કરવામાં આવી છે.