Saturday, January 4, 2025
Homeરાષ્ટ્રીયરોજગાર મેળો યોજાયો : વધુ 70,000ને નિમણુંક પત્રો

રોજગાર મેળો યોજાયો : વધુ 70,000ને નિમણુંક પત્રો

9 વર્ષમાં 8.92 લાખ યુવાનોને રોજગારી

- Advertisement -

કેન્દ્ર સરકાર દ્વારા વધુ રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશભરના રર થી વધુ રાજયોમાં 45 કેન્દ્રો પર યોજાયેલ આ રોજગાર મેળામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પસંદગી પામેલા 70,000 યુવાનોને નોકરીના નિમણુંક પત્ર આપી સંબોધિત કર્યા હતા. આ તકે કેન્દ્રિય મંત્રી જીતેન્દ્રસિંહે કહ્યું કે, 2004થી 2013 સુધી યુપીએ સરકારમાં 6 લાખથી વધુ લોકોને સરકારી નોકરીઓ મળી હતી. જેની સામે ભાજપ સરકારમાં 2014થી 2023 સુધીમાં 8.82 લાખથી વધુ યુવાઓને નોકરી આપવામાં આવી છે. સાથે-સાથે પસંદગી પામેલા યુવાનોને કર્મયોગી હેઠળ તાલીમ પણ આપવામાં આવશે. યુવાનોને સંબોધતા પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, આવતા રપ વર્ષ ભારત માટે ખૂબજ મહત્વપૂર્ણ છે. છેલ્લા 9 વર્ષમાં ભારત 10માં અર્થતંત્રમાંથી વિશ્ર્વના પાંચમા સ્થાને પહોંચી ગયું છે. થોડા વર્ષોમાં જ ભારત વિશ્ર્વની ટોચની 3 અર્થ વ્યવસ્થાઓમાં સામેલ થઇ જશે.ત્યારે દરેક ક્ષેત્રમાં રોજગારીની તકો વધશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular