જામનગર શહેરમાં સરકાર દ્વારા હિંદુ સમ્રાટ મહારાણા પ્રતાપસિંહજીની પ્રતિમાનું અનાવરણ થનાર છે. આ પ્રતિમા હાલ રાજકોટમાં બની રહી હોય અને પૂર્ણ થવાના આરે છે ત્યારે આ સ્થળે એક શખ્સે જઈને બીભત્સ હરકત કરી અપશબ્દો બોલી મહારાણા પ્રતાપનું અપમાન કર્યું હતું. મહારાણા પ્રતાપસિંહજી માટે સમગ્ર હિંદુ અને રાજપૂત સમાજને અત્યંત લાગણી હોય જેથી સમાજની લાગણી દુભાઈ હતી.
જામનગર જીલ્લા રાજપૂત સમાજ સમૂહલગ્ન સમિતિના પ્રમુખ ભરતસિંહ જાડેજા સહિતના હોદ્દેદારો અને સમાજના આગેવાનોએ પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુને આવેદન પત્ર પાઠવી આ શખ્સ વિરુદ્ધ પાસા હેઠળ કાર્યવાહી કરવા માંગણી કરી હતી. આ લાગણી દુભાવનાર શખ્સે 81288 27792 નંબરના મોબાઈલ પરથી વિડીયો વાયરલ કર્યો છે અને આ નંબર જામનગરનો હોવાની આશંકા છે.