જેલ વિભાગના પોલીસ કર્મચારીને જાહેર સુરક્ષા પ્રોત્સાહન ભથ્થામાં સમાવેશ કરવા સહિતના મુદ્ે જેલ વિભાગના કર્મચારીઓ દ્વારા આજરોજ ડીસ્ટ્રીકટ મેજીસ્ટે્રટ અને કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
આવેદનપત્રમાં જણાવ્યું છે કે, ગુજરાત રાજ્યના જેલ ખાતાના પોલીસ કર્મચારીઓ/અધિકારીઓને અને સિટી પોલીસ ખાતાના કર્મચારી-અધિકારીઓના પગાર સ્કેલ મુજબ કેડર ટુ કેડર એટલે કે સ્કેલ ટુ સ્કેલ સરખો પગાર આપવામાં આવે છે. ગૃહ વિભાગ અંતર્ગત સિટી પોલીસ અને જેલ પોલીસ પણ આવે છે તેમજ અનાર્મ, આર્મ, એસઆરપીએફ તથા જેલ પોલીસની ભરતી પ્રક્રિયા પણ એક જ હોય છે છતાં જેલ પોલીસ વિભાગના કર્મચારીઓને જાહેર સુરક્ષા પ્રોત્સાહન ભથ્થાની બાકાત રાખવામાં આવ્યા છે. પોલીસ વિભાગની જેમ જેલ વિભાગના કર્મચારીની પોલીસની ફરજો પણ 24 કલાકની હોય છે. છતાં પગાર ભથ્થામાં વિસંગતતા હોય છે આથી આ યોગ્ય કરી જેલ પોલીસ કર્મચારીઓને પણ જાહેર સુરક્ષા પ્રોત્સાહન ભથ્થામાં સમાવેશ કરવા અને જેલ વિભાગના પોલીસ કર્મચારીઓનો પોલીસ વિભાગનો સમાવેશ થતો ન હોય તો યુનિયન બનાવવના પરવાનગી આપવા માંગણી કરવામાં આવી છે. આ તમામ મુદ્દાઓ અંગે યોગ્ય કાર્યવાહી નહીં થાય તો આગામી તા.28 સપ્ટેમ્બરથી જેલ વિભાગના પોલીસ કર્મચારી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન માટે રજા ઉપર ઉતરવાની ચિમ્મકી ઉચ્ચારાઈ છે.