Thursday, September 19, 2024
Homeરાજ્યજામનગરજામનગર ખાતે ખોડલધામ કેન્સર હોસ્પિટલ પ્રોજેકટ અંતર્ગત ભૂમિદાન માટે એપ્લીકેશન લોન્ચ -...

જામનગર ખાતે ખોડલધામ કેન્સર હોસ્પિટલ પ્રોજેકટ અંતર્ગત ભૂમિદાન માટે એપ્લીકેશન લોન્ચ – VIDEO

નરેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો : ભૂમિ સેવકોને ભૂમિદાન માટે એપ્લીકેશન અંગે તાલીમ અપાઈ

- Advertisement -

જામનગરમાં લેઉવા પટેલ સમાજ રણજીતનગર ખાતે પામનાર ખોડલધામ કેન્સર હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટરના ભૂમિદાન માટે એપ્લીકેશન લોન્ચનો કાર્યક્રમ ચેરમેન નરેશભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યો હતો.

- Advertisement -

ખોડલધામ ટ્રસ્ટ કાગવડ દ્વારા નિર્માણ પમાનાર ખોડલધામ કેન્સર હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટરના ભૂમિદાન માટે ભૂમિ સેવકો દાતાઓ સુધી પહોંચીને ખોડલધામ એપ્લીકેશન મારફતે ઓનલાઈન દાન મેળવી રહ્યા છે. ત્યારે ભૂમિ સેવકોને ખોડલધામ એપ્લીકેશન અંગેની તાલીમ આપવામાં આવી રહી છે. જેના ભાગરૂપે ભૂમિ સેવકોને ખોડલધમા એપ્લીકેશન મારફતે કઇ રીતે ભૂમિદાન લઇ શકાય તે અંગે તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

- Advertisement -

આ એપ્લીકેશન લોન્ચ કાર્યક્રમ ખોડલધામ સમિતિના ચેરમેન નરેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને કરવામાં આવી હતી. જેમાં જામનગર લેઉવા પટેલ સમાજના પ્રમુખ મનસુખભાઈ રાબડિયા સહિત સમાજના અગ્રણીઓ, જિલ્લાના ભૂમિ સેવકો, કાર્યકર્તાઓ, હોદ્ેદારો વગેરે ઉપસ્થિત રહ્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular