જામનગર શરૂ સેકશન રોડ પર આવેલી સરકારી કચેરીમાં આજે વહેલી સવારથી વિજળી પુરવઠો ખોરવાયો હતો. જેના કારણે અનેક કામગીરીમાં વિલંબ થયો તેથી સરકારી કામ માટે આવેલા અરજદારો પરેશાન થયા. ખાસ કરીને સબરજીસ્ટ્રારની કચેરીમાં દસ્તાવેજ અને સીટી સર્વેની કચેરીમાં આવતા અરજદારો કલાકો સુધી રાહ જોવી પડી હતી. સરકારી કચેરીમાં વિજ પુરવઠો ખોરવાય તો ઈન્વેટર જેવા વિકલ્પ તો હોય છે. પરંતુ જીસ્વાન ઈન્ટરનેટ સેવા કાર્યરત ના રહેતા વિવિધ કામગીરી વિલંબ થયો હતો. નિયત કામ આવેલ અરજદારોને રાહ જોવા મજુબર બન્યા હતા. આ પ્રકારની સમસ્યા વારંવાર સર્જાતી હોય છે. તેથી તેનો કાયમી ઉકેલની માંગ અરજદારો કરવામાં આવી છે.