Friday, December 5, 2025
Homeસમાચારરાષ્ટ્રીય‘મફતની રેવડી’ ટીક-ટીક કરતો ટાઇમબોંબ : SBI

‘મફતની રેવડી’ ટીક-ટીક કરતો ટાઇમબોંબ : SBI

રેવડીથી ગરીબ રાજયોનાં ડુચા નિકળી જશે : આવી જાહેરાતો પર અંકુશ મૂકવા એસબીઆઇના રિપોર્ટમાં સુપ્રિમ કોર્ટને અપીલ

સુપ્રીમ કોર્ટ એકલી જ દેશમાં રાજકીય પક્ષો જનતાને મફતમાં ‘સુવિધા’ઓ આપવાની પ્રથાથી પરેશાન નથી. હવે દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ પણ આના પર સવાલ ઉઠાવ્યા છે. એસબીઆઈએ તેના અર્થશાસ્ત્રીઓનો એક રિપોર્ટ રજૂ કર્યો છે, જેમાં ચિંતા વ્યક્ત કરવામાં આવી છે કે ગરીબ રાજયો પણ મફત સુવિધાઓ આપીને જનતાને લલચાવવાના રસ્તે ચાલી રહ્યા છે. રાજકીય પક્ષોનું આ વલણ આગામી સમયમાં અર્થતંત્ર માટે ઘાતક સાબિત થઈ શકે છે. રિપોર્ટમાં સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત કમિટીને સૂચવવામાં આવ્યું છે કે ફ્રીમાં રેવડી વ્હેંચવાને રાજયના ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી) અથવા ટેક્સ કલેક્શનના એક ટકા સુધી મર્યાદિત હોવી જોઈએ. બેંકે મફત ‘રેવડીઓ’ના ગતકડાને ટાઇમબોંબ સમા ગણાવેલ છે.

- Advertisement -

નોંધનીય છે કે રાજયો તરફથી જનતાને મફત વીજળી, રાશન જેવી સુવિધાઓ આપવા અંગે શાસ્ત્રીઓએ ઘણી વખત ચિંતા વ્યક્ત કરી છે. આ વલણ અગાઉ દક્ષિણ ભારતીય રાજયો પૂરતું મર્યાદિત હતું, પરંતુ તાજેતરના વર્ષોમાં ઉત્તર અને મધ્ય ભારતીય રાજયોમાં પણ આવી આકર્ષક સુવિધાઓ મોટા પાયે લાગુ કરવામાં આવી છે. તેનો સમગ્ર બોજ રાજયની તિજોરી પર પડી રહ્યો છે.

SBIના મુખ્ય આર્થિક સલાહકાર સૌમ્ય કાંતિ ઘોષે આ રિપોર્ટ લખ્યો છે, જેમાં છત્તીસગઢ, ઝારખંડ અને રાજસ્થાનના ઉદાહરણ આપીને ‘મફત’નો ગેરફાયદા સમજાવવામાં આવ્યા છે. રિપોર્ટ અનુસાર આ ત્રણેય રાજયો ‘ગરીબ’ શ્રેણીમાં આવે છે. ત્રણેય રાજયોમાં સરકાર પર વાર્ષિક 3 લાખ કરોડ રૂપિયાથી વધુ પેન્શનનો બોજ છે. આ બોજ ટેક્સ કલેક્શનના રૂપમાં આવતી રાજયોની આવક કરતાં ઘણો વધારે છે. ઝારખંડમાં કર વસૂલાતના પ્રમાણમાં તે 217 ટકા, રાજસ્થાનમાં 190 ટકા અને છત્તીસગઢમાં 207 ટકા છે.

- Advertisement -

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ઘણા રાજયોએ જૂની પેન્શન સ્કીમને ફરીથી લાગુ કરવાની વાત કરી છે. જો આ રાજયોમાં આવું થાય, તો હિમાચલ પ્રદેશમાં ટેક્સ કલેક્શન અને પેન્શન ખર્ચનો ગુણોત્તર 450% થશે, જયારે ગુજરાતમાં તે 138% સુધી પહોંચી જશે. આ બંને રાજયોમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણીનો ચહેરો જોવા જઈ રહ્યો છે, તેથી અહીં મફત સુવિધાઓની જાહેરાત કરવા માટે રાજકીય પક્ષોમાં સ્પર્ધા ચાલી રહી છે. પંજાબમાં કર વસૂલાત અને પેન્શન ખર્ચનો ગુણોત્તર, જે તાજેતરમાં મફત સુવિધાઓના માર્ગ પર ઝડપથી આગળ વધ્યો છે, જયારે જૂની પેન્શન સિસ્ટમ લાગુ કરવામાં આવે ત્યારે તે 242% હોવાનો અંદાજ છે. કારણ કે, જૂની પેન્શન સિસ્ટમમાં કર્મચારીઓનું યોગદાન નથી, પરંતુ સમગ્ર બોજ સરકાર પર જ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular