Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરસિટી એન્જીનિયરને ધમકી આપનાર પૂર્વ કોર્પોરટરની આગોતરા જામીન અરજી રદ્દ

સિટી એન્જીનિયરને ધમકી આપનાર પૂર્વ કોર્પોરટરની આગોતરા જામીન અરજી રદ્દ

ઈમ્પેકટ ફી ની નામંજૂર ફાઇલ મંજુર કરાવવા દબાણ : ઓફિસમાં ઘુસી પુર્વ કોર્પોરેટરે ધમકી આપી : સરકારી વકીલની ધારદાર રજુઆતોના આધારે અદાલતે આગોતરા જામીન અરજી ફગાવી

- Advertisement -

જામનગર મહાનગરપાલિકાના સીટી ઇજનેરને ધાક-ધમકી આપવાના કેસમાં ધરપકડથી બચવા ફરારી પૂર્વ કોર્પોરેટરે કરેલી આગોતરા જામીન અરજી અદાલતે રદ્ કરી છે.

- Advertisement -

ગત તા. 27 માર્ચના રોજ જામનગર મહાનગરપાલિકાના સીટી ઇજનેર ભાવેશભાઇ જાનીએ હાલ વિપક્ષના મહિલા દંડકના પતિ પૂર્વ કોર્પોરેટર તેજશી ઉર્ફે દિપુ પારીયા સામે વોર્ડ નં. 7માં આવેલી મકવાણા સોસાયટીના એક રહીશ દ્વારા ઇમ્પેકટ અગાઉ અરજી કરી હતી. જે નામંજૂર થઇ હતી. તેથી તેજશી ઉર્ફે દિપુ પારીયાએ પોતાની ચેમ્બરમાં આવીને ઇમ્પેકટ ફીની ફાઇલ ક્લિયર કરી આપવા ધાક-ધમકી આપી હતી. જો ફાઇલ રદ્ કરવામાં આવશે તો એટ્રોસિટીના કેસમાં ફસાવીને હેરાન કરીને ગત દિવસોમાં ખૂન થયેલા એડવોકેટ હારુન પલેજા જેવી હાલત કરાવી નાખવાની ધમકી આપી હતી. તેમજ સારી રીતે નોકરી કરવા મહિને એક લાખ રૂપિયાનો હપ્તો માગ્યો હતો. તેમજ કાઠલો પકડીને ઇમ્પેકટ ફીમાં નામંજૂર થયેલી વોર્ડ નં. 7ની ફાઇલ ગેરકાયદેસ મંજૂર કરવા દબાણ કર્યાની સીટી-એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવ્યા બાદ ફરાર પૂર્વ કોર્પોરેટરે અદાલતમાં જામીન અરજી મૂકી હતી. જેની સુનાવણી ચાલી જતાં અદાલતમાં જિલ્લા સરકારી વકીલ જમનભાઇ ભંડેરીએ ભારપૂર્વક રજૂઆતો કરી હતી કે, આરોપીને આગોતરા જામીન મળવાથી તેની સમાજમાં બહોળી અસર પડશે. તેમજ અધિકારી સાથે બની હતી તેવી ઘટના ફરી બની શકવાની શકયતા છે. પોલીસને આરોપી પૂર્વ કોર્પોરેટરની તપાસ કરવાની છે. અદાલતે સરકારી વકીલની દલીલો ગાહ્ય ગણીને આરોપી પૂર્વ કોર્પોરેટરની આગોતરા જામીન અરજી રદ્ કરી છે.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular