જામનગરની બહેનો માટે ડિલાઇટ કલબ હંમેશા અવનવા કાર્યક્રમો લઇને આવે છે. ત્યારે ડિલાઇટની સુરિલી બહેનો માટે ડિલાઇટ કલબ આ વખતે અંતાક્ષરીનો કાર્યક્રમ લઇને આવ્યા છે. આ ઉપરાંત ગ્રીન સાડીની હરિફાઇ, ચિકનવર્ક, હકોબા કે લખનવી વર્કના કીસની હરિફાઇ તેમજ ઠંડા-ઠંડા કુલ-કુલની હરિફાઇ પણ બહેનો માટે રાખવામાં આવી હતી.
ડિલાઇટ કલબનો 5મો કાર્યક્રમ અંતાક્ષરી યોજાયો જેમાં 850 બહેનોની હાજરીમાં ઉજવાયો જેમાં ગ્રીનસાડી, હકોબા ડ્રેસ અને કોલ્ડ્રીંકની હરિફાઇ હતી. જેમાં બહોળી સંખ્યામાં બહેનોએ ભાગ લીધો હતો. અંતાક્ષરીમાં જજ તરીકે ફાલ્ગુનીબેન ઝવેરી તથા હાર્દિકાબેન મહેતાએ સેવા આપી હતી.
વર્ધમાન ક્રોકરી, કેક્યૂલ, ફોર્ચ્યુન, શ્રીશ્રી, કલબ હાથી મસાલા, અદાની હેવીટ સબ્જીલેલો અને લાસાએ કાર્યક્રમ સ્પોન્સર કર્યો હતો તથા ઇનામો અને દરેક મેમ્બરને ગિફટ આપી હતી. તેમ વૈશાલીબેન વારિયાની યાદીમાં જણાવ્યું હતું.


