Tuesday, January 7, 2025
Homeરાજ્યહાલારસલાયાનું વધુ એક વહાણ યમનના મકલા પોર્ટમાં સળગ્યું

સલાયાનું વધુ એક વહાણ યમનના મકલા પોર્ટમાં સળગ્યું

- Advertisement -

સલાયાના વધુ એક વહાણમાં યમનમાં આગ લાગી હતી.અને વહાણ ભસ્મીભૂત થયું હતું. મળતી માહિતી મુજબ સોમવારે સવારના સમયે યમનના મકલા પોર્ટમાં એક માલ ભરેલ વહાણ સળગ્યું હતું.જેમાં અકસ્માતે વહાણમાં આગ લાગતાં અફરાતફરી મચી ગઈ હતી. સુલતાને મદીના નામના વહાણમાં યમનના મક્લા પોર્ટમાં માલ ભરેલ હતું ત્યારે અકસ્માતે આગ લાગી હતી. આ આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.તેમાં રહેલ ખલાસીઓનો બચાવ થયો હતો.પરંતુ વહાણ બળી ગયું હતું. આ વહાણ સુંભનીયા રોશનબેન યાસીનની માલિકીનું હોવાનું જણાઇ આવેલ છે.

- Advertisement -

આમ સલાયામાં આં વર્ષ વહાણવટી ભાઈઓ માટે નિરાશા જનક રહ્યું છે. છેલા બે મહિનામાં વહાણ સળગવના અને ડૂબવાના ઘણા બનાવો બનતા વહાણવટી ભાઈઓને ભારે નુકસાની વેઠવી પડી છે

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular