Monday, December 23, 2024
Homeરાજ્યહાલારજિલ્લા પંચાયતની ફાઇલ ચોરી બાદ બોગસ દસ્તાવેજોના આધારે વધુ એક કૌભાંડ

જિલ્લા પંચાયતની ફાઇલ ચોરી બાદ બોગસ દસ્તાવેજોના આધારે વધુ એક કૌભાંડ

હજારો ફાઈલો અને રજીસ્ટરની ચોરી: ફાઈલ ચોરી બાદ ધ્રોલ પંથકમાં રૂા.8.79 લાખનું કૌભાંડ : નાયબ કાર્યપાલક ઈજનેરના બનાવટી સીક્કા અને ભળતી સહિ કરી ચૂકવણુ

- Advertisement -

જામનગર જિલ્લા પંચાયતની ઇલેકટ્રીક શાખામાંથી બે અઢી માસ પહેલાં 1500 થી વધુ ફાઈલો અને 200 થી વધુ રજીસ્ટરોની ચોરી પ્રકરણમાં સસ્પેન્ડેડ ઈલેકટ્રીશ્યન સામે નોંધાયેલી પોલીસ ફરિયાદ બાદ વધુ એક પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જેમાં ધ્રોલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં એલઈડી સ્ટ્રીટ લાઈટના કામોમાં આપવામાં આવતા સર્ટીફિકેટ ઉપર બનાવટી સીક્કા અને નાયબ કાર્યપાલક ઈજનેર જેવી ભળતી સહી કરી રૂા.8.79 લાખનું ચૂકવણુ કરી છેતરપિંડી આચર્યાની ફરિયાદના આધારે પોલીસે તપાસ આરંભી હતી.

- Advertisement -

મળતી વિગત મુજબ, જામનગર જિલ્લા પંચાયત ઈલેકટ્રીક શાખામાં ઇલેકટ્રીશ્યન તરીકે સસ્પેન્ડ થયેલા હરીસિંહ વિરૂધ્ધ 1582 ફાઈલો તથા 220 રજીસ્ટર ચોરી કરી ગયાની વિધીવત પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. આ ફરિયાદ બાદ હરિસિંહ વિરૂધ્ધ વધુ એક ફરિયાદ ધ્રોલ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. જેમાં હરિસિંહે ધ્રોલ તાલુકાના ખેંગારકા, હમાપર, દેડકદડ, જાળીયા (માનસર) ગામ ખાતે એલઇડી સ્ટ્રીટલાઈટના કામોમાં તેના દ્વારા આપવામાં આવતા કમ્પલીશન સર્ટી. પર ઈલેકટ્રીશીયનની સહી બાદ ધ્રોલ નાયબ કાર્યપાલક ઈજનેરની સહી કરવાની હોય જે સહીના બદલે તેણે ના.કા.ઈ. કચેરી ધ્રોલના બનાવટી સિક્કા બનાવી તેના ઉપર ના.કા.ઈ. કચેરીના જાવક નંબર કે ફોવર્ડીંગ લેટર વગર બારોબાર તાલુકા પંચાયત કચેરી ખાતે બનાવટી અને બોગસ દસ્તાવેજોને ખરા તરીકે રજૂ કરી બનાવટી કમ્પલીશન સર્ટી.ના આધારે ધ્રોલ તાલુકા પંચાયત કચેરી દ્વારા રૂપિયા 8,79,832 ના ગ્રામ પંચાયતના કામોને મંજૂર કરાવી ચૂકવણુ પણ કરી આપ્યું હતું.
જિલ્લા પંચાયતના સસ્પેન્ડેડ ઈલેકટ્રીશીયન દ્વારા ઇલેકટ્રીક શાખાની ફાઈલો-રજીસ્ટરની ચોરીની ફરિયાદ બાદ ધ્રોલ પંથકમાં એલઈડી સ્ટ્રીટલાઈટના કામોમાં બનાવટી અને બોગસ દસ્તાવેજોને ખરા રજૂ કરી રૂા.8.79 લાખનું ચૂકવણુ કરી દીધા હોવાનું ખુલતા કૌશલકુમાર છૈયા દ્વારા પોલીસમાં જાણ કરવામાં આવી હતી. જેના આધારે પીએસઆઈ પી.જી. પનારા તથા સ્ટાફે સસ્પેન્ડેડ ઈલેકટ્રીશીયન વિરૂધ્ધ વધુ એક ગુનો નોંધી શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular