Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરદુષ્કર્મ આચરનાર પૂર્વ પ્રિન્સીપાલ વિરુધ્ધ વધુ એક પોલીસ ફરિયાદ

દુષ્કર્મ આચરનાર પૂર્વ પ્રિન્સીપાલ વિરુધ્ધ વધુ એક પોલીસ ફરિયાદ

જામનગર શહેરમાં બોગસ ડોકયુમેન્ટ કૌભાંડમાં ઝડપાયેલા પૂર્વ પ્રિન્સીપાલ વિરૂધ્ધ અદાલતમાં બોગસ દસ્તાવેજો રજૂ કર્યાની વધુ એક પોલીસ ફરિયાદ નોંધી આગળની તપાસ આરંભી હતી.

- Advertisement -

બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં નામાંકિત સ્કૂલના પ્રિન્સીપાલે સગીરા પર દુષ્કર્મ આચર્યાના પ્રકરણમાં હાલમાં જ પોલીસે મનિષ યદુનંદન બુચ ની ધરપકડ કરી હતી. આ પ્રકરણમાં તપાસ દરમિયાન મનિષ બુચ દ્વારા અદાલતમાં રજૂ કરાયેલા દસ્તાવેજો બોગસ હોવાનું ખુલતા પીઆઇ વાય.જે. વાઘેલા દ્વારા મનિષ બુચ વિરૂધ્ધ સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ખોટા દસ્તાવેજો હોવાની જાણ હોવા છતાં સાચા દસ્તાવેજો તરીકે અદાલતમાં રજૂ કરવા સંદર્ભે પોલીસે વધુ એક ગુનો નોંધ્યો હતો. આ બોગસ દસ્તાવેજોની તપાસ પીએસઆઇ ટી.ડી.બુડાસણા તથા સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular