Sunday, September 8, 2024
Homeરાજ્યજામનગરજામનગર શહેરમાં વધુ એક બુટલેગરની પાસા હેઠળ ધરપકડ

જામનગર શહેરમાં વધુ એક બુટલેગરની પાસા હેઠળ ધરપકડ

ઈંગ્લીશ દારૂના કેસ સંદર્ભે એલસીબીએ પાસામાં દબોચ્યો : વડોદરાની મધ્યસ્થ જેલમાં ધકેલાયો

- Advertisement -

જામનગર શહેર અને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા પોલીસ દ્વારા બુટલેગર સામે કરાયેલી પાસાની દરખાસ્ત જિલ્લા કલેટકરે મંજુર કરતાં એલસીબીની ટીમે શખ્સને ઝડપી લઇ વડોદરાની મધ્યસ્થ જેલમાં ધકેલી દેવામાં આવ્યો હતો.

- Advertisement -

મળતી વિગત મુજબ જામનગર શહેર અને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા અસમાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ કાર્યવાહી અંતર્ગત પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી એલસીબી પીઆઈ જે.વી. ચૌધરી, પીએસઆઈ એસ.પી.ગોહિલ તથા સ્ટાફના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલાવડિયા, ભગરથસિંહ સરવૈયા, હરદીપભાઈ ધાંધલ, અશોકભાઈ સોલંકી, વનરાજભાઇ મકવાણા, ધાનાભાઈ મોરી, યશપાલસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, અજયસિંહ ઝાલા, શિવભદ્રસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, રાકેશભાઈ ચૌહાણ, કિશોરભાઈ પરમાર, સુરેશભાઇ માલકિયા, દયારામ ત્રિવેદી, બિજલભાઈ બાલસરા, ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા સ્ટાફે સાધના કોલોની બ્લોક નં. 11 રૂમ નંબર 2643માં રહેતા પુનિત ઉર્ફે પુનિયો બાડો બિપીન દાણીધાર (ઉ.વર્ષ 23) નામના શખસ વિરૂધ્ધ પાસાની દરખાસ્ત કરી હતી.
એલસીબી દ્વારા કરાયેલી પાસાની દરખાસ્ત જિલ્લા કલેકટર બીએ શાહે મંજૂર કરતાં એલીસીની ટીમે પુનિત ઉર્ફે પુનિયો બાડો બિપીન દાણીધાર નામના શખ્સને દબોચી લઇ ઇંગ્લીશ દારૂના 4 કેસ સંદર્ભે પાસા હેઠળ ધરપકડ કરી વડોદરાની મધ્યસ્થ જેલ ખાતે ધકેલી દેવામાં આવ્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular