Wednesday, January 15, 2025
Homeરાજ્યજામનગરજામનગરની જેલમાંથી વધુ એક મોબાઇલ મળી આવ્યો

જામનગરની જેલમાંથી વધુ એક મોબાઇલ મળી આવ્યો

- Advertisement -

જામનગર જિલ્લા જેલમાંથી ફરી વખત ચેકિંગ દરમિયાન મોબાઇલ મળી આવતા પોલીસ દ્વારા ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ જામનગર જિલ્લા જેલમાંથી વારંવાર પ્રતિબંધિત ચીજવસ્તુઓ મળી આવવાની ઘટના સામાન્ય થઈ ગઈ છે. પ્રતિબંધિત ચીજવસ્તુઓ ની આટલી સુરક્ષા વચ્ચે અંદર કેવી રીતે પહોંચે છે તે અગત્યનો પ્રશ્ન છે. આ દરમિયાનશનિવારે જેલર ગ્રુપ- 2 ઝડતી સ્કોડ જેલર દેવશીભાઇ રણમલભાઇ કરંગીયા દ્વારા જેલમાં તપાસ હાથ ધરવામાં આવતા અજાણ્યા કેદીએ જિલ્લા જેલ ની અંદર યાડ નંબર ત્રણ ની પાછળ દિવાલની બાજુ આવેલ જનરલ બાથરૂમમાં ડાબી બાજુના બાથરૂમ ના દરવાજા પર લટકતા લટકતા કાળા કલરના લોવર ના જમણી બાજુના ખીસ્સામાં સંતાડેલો મોબાઇલ મળી આવ્યો હતો. આ અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular