જામનગર શહેરના રામેશ્વરનગર, માટેલ ચોક વિસ્તારમાં રહેતાં અને મજૂરીકામ કરતાં સવજીભાઇ રૂડાભાઇ રાઠોડ (ઉ.વ.45) નામના યુવાનની પુત્રી દિવ્યાબેન ગત્ તા. 07ના રોજ સવારે આઠ વાગ્યે સવજીભાઇ મજૂરીકામે ગયા હતા અને સાંજે 6 વાગ્યે પરત ફરતાં તેની પુત્રી દિવ્યાબેન ઘરે જોવા મળી ન હતી. કોઇને જાણ કર્યા વગર જતી રહી હતી. ત્યારબાદ ચિંતાતૂર પિતાએ પુત્રીની શોધખોળ કરવા છતાં પત્તો લાગ્યો ન હતો. ત્યારબાદ સિટી ‘સી’ ડિવિઝન પોલીસમાં જાણ કરી હતી. જેના આધારે એએસઆઇ પી. કે. ગુઢકા તથા સ્ટાફએ ગોરા વર્ણની, પાતળા બાંધાની, 5 ફુટ 2 ઇંચની ઊંચાઇ ધરાવતી અને ગુજરાતી ભાષા જાણતી દિવ્યા અંગેની કોઇપણ જાણકારી મળે તો પોલીસમાં જાણ કરવા યાદીમાં જણાવાયું છે.


