જામનગર શહેરના ગુલાબનગર વિસ્તારમાં આવેલા સીતારામ પાર્કમાં રહેતાં અસ્મિતાબેન હરેન્દ્રભાઈ ગોસ્વામી નામના મહિલાની પુત્રી અંકિતાબેન હરેન્દ્રભાઈ ગોસ્વામી (ઉ.વ.19) નામની અભ્યાસ કરતી યુવતી ગત તા.1 એપ્રિલના રોજ અઢી વાગ્યાના અરસામાં તેણીના ઘરેથી કોઇને જાણ કર્યા વગર ચાલી ગઇ હતી અને ત્યારબાદ પરત ન આવતા પરિવારજનો દ્વારા પાતળા બાંધાની ઘઉંવર્ણવાન ધરાવતી સાડા ચાર ફુટની ઉંચાઈ અને બ્લુ કલરનું જીન્સ પેન્ટ તથા ક્રિમ કલરનું આખી બાયનું ટીશર્ટ પહેરેલી લાપતા થયેલી અંકિતાબેનની પરિવારજનો દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી. તેમ છતાં યુવતીનો પતો ન લાગતા માતા અસ્મિતાબેન દ્વારા સિટી બી ડીવીઝનમાં જાણ કરવામાં આવી હતી. જેના આધારે હેકો કે સી સોનગરા તથા સ્ટાફે લાપતા થયેલી યુવતીની શોધખોળ આરંભી હતી.


