Saturday, January 17, 2026
Homeરાજ્યહાલારવધુ એક યુવતી લાપત્તા થઇ

વધુ એક યુવતી લાપત્તા થઇ

જામનગર તાલુકાના ખીલોસ ગામની વતની અને હાલ ધ્રોલમાં રહેતી યુવતી તેના ઘરેથી કોઇને જાણ કર્યા વગર જતી રહેતા લાપત્તા થયેલી યુવતીની પોલીસ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ જામનગર તાલુકાના ખીલોસ ગામની વતની અને હાલ ધ્રોલ ગામમાં જ્યોતિ પાર્ક શેરી નંબર પાંચમાં રહેતી વૈભવીબેન ધનજીભાઇ નકુમ (ઉ.વ.20) નામની યુવતી ગત્ 04ના રોજ સવારના 7.45 થી 13.15 કલાક સુધીના સમય દરમ્યાન તેણીના ઘરેથી કોઇને જાણ કર્યા વગર જતી રહી હતી. ત્યારબાદ પરિવારજનો દ્વારા યુવતીની શોધખોળ કરવા છતાં નહીં મળી આવતા ધ્રોલ પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની જાણ કરવામાં આવી હતી. જાણના આધારે એએસઆઇ ડી. એમ. જાડેજા સહિતના સ્ટાફે ગુમ નોંધ દાખલ કરી આ યુવતી અંગે કોઇને જાણકારી મળે તો ધ્રોલ પોલીસ સ્ટેશનમાં અથવા નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવા યાદીમાં જણાવાયું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular