Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરસ્વામી વિવેકાનંદ ક્રેડીટ કો.ઓપરેટીવ સોસાયટીના વધુ એક ડિફોલ્ટર સભાસદને છ માસની જેલ

સ્વામી વિવેકાનંદ ક્રેડીટ કો.ઓપરેટીવ સોસાયટીના વધુ એક ડિફોલ્ટર સભાસદને છ માસની જેલ

ચેકની રકમનો દંડ ફટકારતા ડિફોલ્ટરોમા ભયનો માહોલ

- Advertisement -

જામનગરની સ્વામી વિવેકાનંદ ક્રેડીટ કો-ઓપરેટીવ સોસાયટીના સભાસદ મિતેશ દયાશંકર દવેએ ધંધા માટે સોસાયટીમાંથી લોન લીધેલ હતી. આ લોન ભરપાઈ કરવા ચેક આપેલ અને સોસાયટીએ ચેક બેંકમાં ડિપોઝીટ કરતા ચેક રીટર્ન થયેલ જેથી સોસાયટીના વકીલ દ્વારા કાયદેસરની નોટીસ આપવામાં આવી હતી. તેમ છત્તા સોસાયટીના ચેક મુજબની રકમનું લેણું ભરાયેલ ન હોય તેથી નેગોશીએબલ ઈન્સ્ટુ્રમેન્ટ એક્ટ – 138 અન્વયે કોર્ટ સમક્ષ ફરીયાદ દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ સમયાંતરે કેસ ચાલતા આરોપી કોર્ટ સમક્ષ હાજર થયેલ અને આરોપીની પ્લી લેવામાં આવી હતી.

- Advertisement -

જામનગરના એ.ડી.રાવની કોર્ટમાં કેસ આગળ ચાલતા આ કામના આરોપીને ક્રિમીનલ પ્રોસીઝર કોડની કલમ 255 (2) મુજબ ધી નેગોશીએબલ ઈન્સટ્રુમેન્ટ એક્ટ 138 અન્વયે આરોપીને તકસીરવાન ઠરાવવામાં આવેલ હતો અને 6(છ)માસની જેલની સજાનો હુકમ કરવામાં આવેલ છે અને ચેકની રકમ જેટલો દંડ કરવામાં આવેલ તેમજ આરોપી વિરૂધ્ધ સજા વોરંટ ઇસ્યુ કરવા તથા તેની અમલ બજવણી માટે ડી.એસ.પી. જીલ્લો- જામનગરનાઓને મોકલી આપવાનો હુકમ કરવામાં આવેલ છે. આ કેસમાં ફરીયાદી તરફે વકીલ મણીલાલ જી.કાલસરીયા, મિતેષભાઈ એલ.પટેલ, ગૌરાંગભાઈ જી. મુંજપરા, હરજીવનભાઈ એમ. ધામેલીયા, જયદીપસિંહ જાડેજા રોકાયા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular