દરેક ઘરમાં લોકપ્રિય બનેલ સીરીયલ તારક મહેતા ka ઉલ્ટા ચશ્માંના દરેક પાત્રએ લોકો સમક્ષ એક અલગ છાપ ઉભી કરી છે. પરંતુ તારક મહેતા જ શો છોડી રહ્યા છે તેવા સમાચાર સામે આવ્યા છે. આ અગાઉ પણ દિશા વાકાણી, નેહા મહેતા અને ગુરુચરણ સિંહ શો છોડી ચુક્યા છે. અને હવે તારક મહેતા એટલેકે શૈલેશ લોઢા શો છોડી રહ્યા છે.
તારક મહેતાના દર્શકો માટે એક માઠા સમાચાર સામે આવ્યા છે. જેમાં તારક મહેતાનો રોલ ભજવનાર શૈલેશ લોઢા શો છોડી રહ્યા છે તેવા સમાચાર સામે આવ્યા છે. લિડ એકટર શૈલેશ લોઢા 14 વર્ષથી આ સીરીયલમાં કામ કરી રહ્યા છે. પરંતુ છેલ્લા 1 મહિનાથી તેઓએ શુટિંગ બંધ કરી દીધું હોવાનું સામે આવ્યું છે. આ શોમાં કામ કરતી વખતે શૈલેષ લોઢા પોતાના માટે બીજી તક શોધી શક્યા નથી, એટલું જ નહીં, આ શોમાં કામ કરતી વખતે તેણે કેટલીક સારી ઑફર્સ પણ ઠુકરાવી દીધી હતી. પરંતુ હવે કલાકારો સારી તકોને તેમના હાથમાંથી જવા દેવા માંગતા નથી. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ‘તારક મહેતા’ના મેકર્સ પણ આ વાતથી નારાજ છે.
મળતી માહિતી મુજબ તારક મહેતા તેના કોન્ટ્રાકટથી ખુશ નથી. તેમને લાગી રહ્યું છે કે તેની તારીખોનો શો માં સરખી રીતે ઉપયોગ કરવામાં આવી રહ્યો નથી. તારક મહેતામાં હોવાથી સૈલેશે અનેક ઓફરો નકારી છે. પરંતુ હવે તેઓ સારો મોકો ગુમાવવા માંગતા નથી તેથી શો છોડી રહ્યા હોવાનું સામે આવ્યું છે.