Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીય15 વર્ષ જૂના વાહનો માટે નવી સ્ક્રેપ પોલિસી જાહેર

15 વર્ષ જૂના વાહનો માટે નવી સ્ક્રેપ પોલિસી જાહેર

- Advertisement -

ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે નીતિન ગડકરીએ જાહેર કરી નવી પોલિસી:  સીએમ રૂપાણી ઉપસ્થિત રહ્યા,  PM મોદીએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી  સ્ક્રેપ પોલિસીમાં મહત્ત્વની ઘોષણા કરી

- Advertisement -

ગાંધીનગરના મહત્મા મંદિર ખાતે આજે ઇન્વેસ્ટર સમિટનું આયોજન થયું છે, જેમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીની ઉપસ્થિતિમાં નવી સ્ક્રેપ પોલિસી જાહેર કરવામાં આવી છે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉપસ્થિત રહ્યા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ વિડીઓ કોન્ફરન્સના માધ્યમથી જોડાયા છે.

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ નવી પોલિસીની જાહેરાત કરતા જણાવ્યું કે 1 ઓક્ટોબર 2021થી નવી સ્ક્રેપ પોલિસી લાગુ થશે.ગુજરાતમાં 2005 પહેલાના વાહનો સ્ક્રેપ થશે. તેમજ ભાવનગરના અલંગ ખાતે દેશનો પ્રથમ સ્ક્રેપ પ્લાન્ટ શરૂ કરવામાં આવશે. ઉપરાંત કચ્છમાં જૂના વાહનો સ્ક્રેપ કરવા પાર્ક સ્થપાશે. નવી સ્ક્રેપ પોલિસી મુજબ કર્મશ્યિલ અને સરકારી વાહનો 15 વર્ષે સ્ક્રેપમાં જશે જયારે પ્રાઈવેટ વાહનો 20 વર્ષ બાદ સ્ક્રેપમાં જશે. ગુજરાતમાં 15-20 વર્ષ જૂના વાહનોની સંખ્યા 10,19,898 છે જયારે 20 વર્ષથી વધુ જૂના વાહનોની સંખ્યા 5,01,979 છે.  નવા નિયમ મુજબ વર્ષ 2005 પહેલાં વાહનો સ્ક્રેપ થશે. ગુજરાતમાં ચાર સ્થળોએ સ્ક્રેપ માટેના પાર્ક બનશે. તેમજ જૂના વાહનોનો નિકાલ કરવા માટે ગુજરાતમાં ચારથી પાંચ સ્થળોએ ભંગાર વાડા બનાવવામાં આવશે.

- Advertisement -

કેન્દ્રીયમંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું કે દેશભરમાં 1 કરોડથી વધુ અનફિટ વાહનો છે. અને તેના પરિણામે પ્રદુષણ ફેલાતું અટકે તે માટે નવી સ્કેપ પોલિસી જાહેર કરવામાં આવી છે. ભારતમાં 1 કરોડ ગાડીઓ ફિટનેસ વગર માર્ગ પર ફરતી હતી. સેફટીની દ્રષ્ટિથી એ ગાડીઓ પણ યોગ્ય ન હતી. જુના વાહનો 10 થી 12 ગણો વધુ પ્રદુષણ ફેલાવે છે. 7.5 લાખ કરોડ ઓટોમોબાઇલનું ટર્ન ઓવર છે. સ્ક્રેપિંગ માટે ગાડીની ફિટનેસ નક્કી કરાઈ છે, એટલું જ નહીં દેશમાં PPE મોડલ પર કાર્ય આગળ વધારીશું. ફિટનેસ ફી અને સર્ટિફિકેટ ફી અમે લાગુ કરીશું. મેન્યુફેક્ચરિંગ સેકટરમાં લાભ થશે, સેવિંગસ વધશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular