Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરઢીચડા પાસે ભૂગર્ભ ગટર પાઇપલાઇન કામગીરીને લઇ માર્ગ વ્યવહાર બંધનું જાહેરનામુ

ઢીચડા પાસે ભૂગર્ભ ગટર પાઇપલાઇન કામગીરીને લઇ માર્ગ વ્યવહાર બંધનું જાહેરનામુ

- Advertisement -

જામનગર મહાનગરપાલિકાના કમિશનર દ્વારા ભૂગર્ભ ગટર પાઇપલાઇન કામગીરી અનુસંધાને ઢીચડા ગામના મુખ્ય રસ્તા પાસે એરફોર્સ-1 મેઇન ગેઇટથી ઢીચડા ગામ જતાં રસ્તા સુધીના કામગીરીને લઇ જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે અને વાહન વ્યવહાર બંધ કરાયો છે.

- Advertisement -

જામનગર મહાનગરપાલિકાના કમિશનર ડી.એન. મોદી દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામામાં જણાવ્યું છે કે, જામનગર મહાનગરપાલિકાની હદમાં ઢીચડા ગામના મુખ્ય રસ્તા પાસે એરફોર્સ-1 મેઇન ગેઇટથી ઢીચડા ગામ તરફ જતાં રસ્તા પર વાયુનગર મેઇન રોડ સુધી ભૂગર્ભ ગટર પાઇપલાઇન નાખવાની કામગીરી અનુસંધાને સલામતિના ભાગરુપે તેમજ અકસ્માત નિવારવાના હેતુથી તા. 19 ફેબ્રુઆરી-2024થી તા. 31 માર્ચ-2024 સુધી તમામ વાહન વ્યવહાર બંધ રાખવા જાહેર નોટીસ બહાર પાડવામાં આવી છે. જો કોઇ વ્યક્તિ આ હુકમનો ભંગ કરશે તો તેની સામે બીપીએમસી એકટ 1949 કલમ 392 અનુસાર દંડની કાર્યવાહી કરવામાં આવશે.

ઢીચડા ગામના મુખ્ય રસ્તા એરફોર્સ-1 મેઇનગેટથી ઢીચડા ગામ તરફ જતાં રસ્તા પર વાયુનગર મેઇન રોડ તરફ જવાનો રસ્તો બંધ રહેશે. જેની વૈકિલ્પક વ્યવસ્થા માટે વાયુનગર મેઇન રોડથી વાયુનગરની આંતરીક શેરી થઇ બળદેવનગરનો મુખ્ય રસ્તો થઇ મારુતિનંદનની આંતરીક શેરી થઇ બાલાજી પાર્ક-3 મુખ્ય રસ્તા થઇ દિગ્જામ તરફ જવાનો રોડ ચાલુ રહેશે. ઢીચડા ગામના મુખ્ય રસ્તા પાસે એરફોર્સ-1 મેઇનગેટથી ઢીચડા ગામ તરફ જતાં રસ્તા પર વાયુનગર મેઇન રોડ તરફ જવાનો રસ્તો બંધ રહેશે. જેની વૈકિલ્પક વ્યવસ્થા માટે વાયુનગર મેઇન રોડથી વાયુનગરની આંતરીક શેરી થઇ બળદેવનગરનો મુખ્ય રસ્તો થઇ બંસીધર સ્કૂલ કનૈયા પાર્ક થઇ તિરુપતિ સોસાયટી મેઇન રોડ થઇ નિલકંઠ પાર્ક મેઇન રોડ થઇ બેડી બંદર રીંગ રોડ તરફ જવાનો રોડ તથા તેને સંલગ્ન અન્ય રસ્તાઓ ચાલુ રહેશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular