બીએપીએસ સ્વામીનારાયણ મંદિરે દિપાવલી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. તેમજ નૂતનવર્ષ નિમિતે ભવ્ય અન્નકુટ દર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. નૂતનવર્ષના દિવસે વહેલી સવારે મંગળા તથા શ્રૃંગાર આરતી યોજાઇ હતી. ત્યારબાદ અક્ષર પુરૂષોતમ મહારાજ, રાધાકૃષ્ણ ભગવાન અને ગુરૂ પરંપરા સમક્ષ સંતો અને સ્વયંસેવક દ્વારા 1380 વાનગીઓને ભકિતપૂર્વક ગોઠવવામાં આવી હતી. અન્નકોટ ગોઠવ્યા બાદ થાળ ગાન ગોવર્ધન પૂજા અને આરતી કરવામાં આવી હતી. ત્યારબાદ સૌ ભકતો માટે અન્નકુટ દર્શન ખુલ્લા મુકવામાં આવ્યા હતાં. બપોરે 12 વાગ્યેથી સાંજે 7 વાગ્યા સુધીમાં 20,000 થી વધુ ભકતોએ દર્શન કરી પ્રસાદ લીધો હતો. 9000થી વધુ ભકતોએ મહાપ્રસાદ લીધો હતો. સમગ્ર કાર્યક્રમનું આયોજન બીએપીએસના સ્વયંસેવકો અને સ્વયંસેવીકાઓ દ્વારા કરવામાં આવ્યો હતો.
View this post on Instagram


