જામનગરમાં બેડીગેઈટ નજીકના સ્વામિનારાયણ મંદિર ખાતે ભગવાનને ફ્રુટ નો વિશિષ્ટ અન્નકોટ ધરાવવામાં આવ્યો હતો. ભગવાનને આમતો ઘણી પ્રકારના અન્નકોટ ધરાવવામાં આવે છે. પરંતુ ગઈકાલે એકાદસી એટલે અગિયારસ ના દિવસે ઘણા લોકો ફળ ફ્રુટ ખાઈ ઉપવાસ કરતા હોય છે. ત્યારે ભગવાનને ભક્તો દ્વારા અને મંદિર ના મહંત સ્વામી ચત્રભુજ દાસજી મહારાજ દ્વારા વિશિષ્ટ પ્રકારના અન્નકોટ ધરવામાં આવ્યા હતા.
આ અન્નકોટમાં 251 કિલો જેટલું અલગ પ્રકારનું ફ્રુટ ધરાવવામાં આવ્યું હતું. ડ્રેગન ફ્રુટ, પાઈનેપલ, સફરજન, ઓરેન્જ, દ્રાક્ષ સહિતના ફ્રુટ ભગવાન ને ધરાવી અને ભક્તો ને પ્રસાદી સ્વરૂપે આપવામાં આવ્યા હતા.