Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરજામનગરના પ્રાણી સંગ્રહાલય માટે દક્ષિણ આફ્રિકાથી લવાયા પ્રાણીઓ

જામનગરના પ્રાણી સંગ્રહાલય માટે દક્ષિણ આફ્રિકાથી લવાયા પ્રાણીઓ

ખાસ કાર્ગો વિમાન દ્વારા વાઘ, રીંછ, ચિત્તા, શાહુડી, લિંકસ, જગુઆરરેન્ડી, ટેમાનાડોસ, ઓકેલોટ, અમેરિકન બિલાડી વગેરે પ્રાણીઓ લાવવામાં આવ્યા

- Advertisement -

જામનગરમાં પ્રાણી સંગ્રહાલય માટે વિદેશમાંથી પ્રાણીઓ લાવવામાં આવ્યાં છે. વિમાન મારફતે દક્ષિણ આફ્રિકાના મોરાક્કોથી 27 વાઘ, 10 રીંછ, 10 ચિત્તા, 10 શાહુડી, 10 જગુઆરેન્ડી, 10 લિંક્સ, 4 ટેમાનાડોસ, 3 ઓકેલોટ અને 10 અમેરિકન મોટી બિલાડી લાવવામાં આવી છે. જામનગરમાં એશિયાનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય બની રહ્યું છે.

- Advertisement -

જેના માટે આ તમામ પ્રાણીઓને લાવવામાં આવ્યાં છે. ‘ગ્રીન્સ ઝુલોજિકલ’, ‘રેસ્ક્યૂ એન્ડ રિહેબિલિટેશન કિંગ્ડમ’ના નામે જામનગરમાં વિશ્ર્વનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય બની રહ્યું છે. આ પ્રાણી સંગ્રહાલય લોકો માટે ખૂલ્લું રહેશે. આ સંગ્રહાલય વિશ્ર્વનાં સર્વશ્રેષ્ઠ પ્રાણી સંગ્રહાલયમાં સ્થાન પામશે. મહત્વનું છે કે, કોરોના અને લોકડાઉનના કારણે આ પ્રોજેકટમાં થોડો વિલંબ થયો છે. પણ હાલ ઝડપથી તેણે આખરી ઓપ આપવાનું કામકાજ ચાલી રહ્યું છે. રશિયન કાર્ગો મારફત આ પ્રાણીઓ લવાયા છે. જામનગરનું રેસ્ક્યૂ સેન્ટર પ્રાણી સંગ્રહાલયથી અલગ છે. આ સંગ્રહાલય આમ જનતા માટે ખૂલ્લુ નહીં રહે. રેસ્ક્યૂ સેન્ટર આરઆઇએલની સામાજિક ઉત્તરદાયિત્વની કામગીરીનો ભાગ છે. તે ઇજાગ્રસ્ત કે માનવભક્ષી માંસાહારી પ્રાણીઓને સાચવવા માટે રાજ્ય સરકારના વનવિભાગને સહાય કરવા માટે બનાવવામાં આવ્યું છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સહયોગથી વિશ્ર્વનું સૌથી મોટા પ્રાણી સંગ્રહાલયનું નિર્માણ કરવામાં આવશે. એક જ સ્થાને પ્રાણીઓની સંખ્યા અને પ્રજાતિની દ્રષ્ટ્રિએ જામનગરમાં મેગા ઝૂ બનાવવામાં આવી રહ્યું છે. એસોચમ ફાઉન્ડેશન અંતર્ગત વર્ચ્યુઅલ કોન્ફરન્સમાં ગુજરાત વિશે વાત કરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular